Sat,20 April 2024,9:03 am
Print
header

જસદણમાં કુંવરજી બાવળીયાને હરાવવા ભાજપના નેતા જ હતા સક્રિય, કથિત ઓડિયો ક્લિપ આવી સામે

રાજકોટઃ જસદણ બેઠક પર કુંવરજી બાવળિયાને હરાવવા ભાજપના જ કોઇ નેતા સક્રિય હોવાનું સામે આવ્યું છે, જેની એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થતા રાજકારણ ગરમાયું છે. વિધાનસભાની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા પૂર્ણં થયા બાદ વાયરલ થયેલી આ ઓડિયો ક્લિપથી જસદણના રાજકારણમાં ગરમાવો છે. કુંવરજી બાવળિયાને હરાવવામાં ભાજપના એક નેતાની મુખ્ય ભૂમિકા હોવાનું ઓડિયો ક્લિપમાં બહાર આવ્યું છે. કથિત ઓડિયો ક્લિપ ભાજપ નેતા ગજેન્દ્ર રામાણીની હોવાનું બાવળીયા કહી રહ્યાં છે. 

બાવળીયાએ કહ્યું કે, ભાજપ હાઈકમાન્ડ સમક્ષ ઓડિયો ક્લિપ રજૂ કરીશ 

ચૂંટણી બાદ વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં કુંવરજી બાવળિયાએ ભાજપના નેતા પર ગંભીર આક્ષેપો કર્યાં છે. ગજેન્દ્ર રામાણી પર આરોપ લગાવતા કહ્યું કે, રામાણીએ ચૂંટણીમાં મારી વિરૂદ્ધમાં ખુલ્લેઆમ કામ કર્યું છે. રામાણીની ગેંગ જય ભોલેનાથ મારી વિરુદ્ધ સાંકેતિક ભાષામાં કામ કરીને કોંગ્રેસને મદદ કરી છે. અગાઉ પણ મેં મારી વિરુદ્ધ કામ કરવારાઓને પાર્ટી સમક્ષ ખુલ્લા પાડ્યાં હતા. પરંતુ આ લોકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. હવે હું ઓડિયો ક્લિપ ભાજપ હાઈકમાન્ડ સમક્ષ રજૂ કરીશ. ગજેન્દ્ર રમાણીની ટોળકી, બીજા લોકો ખુલ્લેઆમ પાર્ટી વિરુદ્ધ કામો કરતા હતા, જેના પુરાવા ક્લિપમાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch