Mon,25 October 2021,7:24 am
Print
header

ગુજરાતમાં અહીં દારૂની લૂંટ ચલાવાઇ, કારનો અકસ્માત થતા લોકો દારૂની બોટલો લઇને ભાગી ગયા

રાજકોટઃ રાજ્યમાં બુટલેગરોને પોલીસનો કોઈ ડર નથી. તેઓ ખુલ્લેઆમ દારુની હેરફેર કરતા હોય છે. કઇંક આવી જ હેરાફેરીનો પર્દાફાશ રાજકોટ-પોરબંદર હાઇવે પર થયો છે. આ વખતે ઘટના થોડી અલગ છે. હાઈવે પર દારૂની હેરફેર કરતા બુટલેગરોની કારને અકસ્માત નડ્યો હતો. દારૂ લઈને જતી કારનો અકસ્માત થતા રસ્તા પર વિદેશી દારૂની રેલમછેલ જોવા મળી હતી.

દારુ ભરેલી કારનો અકસ્માત ગુંદાળા ગામ નજીક થયો હતો. અકસ્માત બાદ કેટલાક સ્થાનિકો અને રસ્તે જતા વાહનચાલકોએ દારૂની રીતસર લૂંટ ચલાવી હતી. જેના હાથમાં જેટલી બોટલ આવી એટલી લઇને ચાલતી પકડી હતી. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકો મન મુકીને દારૂની લૂંટ ચલાવી રહ્યાનું જોવા મળી રહ્યું છે, કોઇએ બે બોટલ, તો કોઇએ આખે આખી દારૂની પેટીની લૂંટ કરી છે. ત્યારે મફતમાં દારૂ મળી જતા દારૂડિયાઓ ખુશ થઇ ગયા હતા. બીજી તરફ પોલીસે અકસ્માત સ્થળે જઇને ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch