Fri,19 April 2024,7:31 pm
Print
header

નાયબ કલેક્ટરની ઓફિસમાં જ ટેબલ પર ધરણાં, ધોરાજીના કોંગ્રેસી MLA લલિત વસોયાની અટકાયત

રાજકોટઃ ધોરાજીના કોગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ સામાન્ય જનતાના પ્રશ્નોને લઇને નાયબ કલેક્ટર ઓફિસમાં જ ધરણાં શરૂ કરી દીધા હતા, આ ધરણાં નાયબ કલેકટરની ઓફિસના ટેબલ પર જ શરૂ કરી દીધા હતા, તેમનો આરોપ છે કે કોરોનાની આ સ્થિતી વચ્ચે રાશનની દુકાનો પર હજારો લોકો હેરાન થઇ રહ્યાં છે, કેટલીક જગ્યાએ લાંબી લાઇનો લાગી છે, તો કેટલીક જગ્યાઓએ દુકાનદારો ગરીબોને રાશનનું સરકારી અનાજ નથી આપી રહ્યાં છે. જેથી ધારાસભ્યએ અયોગ્ય વ્યવસ્થા મામલે સરકારનો વિરોધ નોંધાવ્યો હતો.

નાયબ કલેક્ટર ઓફિસે ધરણાંની વાતની પોલીસને જાણ કરતા પોલીસે લલિત વસોયાની અટકાયત કરી હતી, તેમને 144નો પણ ભંગ કર્યો છે, સામે નાયબ કલેક્ટરે ખાતરી આપી છે કે તેઓ સર્વે કરી રહ્યાં છે અને ગરીબોને કોઇ તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા તમામ પ્રકારની કામગીરી થઇ રહી છે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch