રાજકોટઃ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી હતી. ગુજરાતી ગાયિકા મીરા આહિરના ભાઈને ઈમરજન્સીમાં 50 મિનિટ સુધી દાખલ જ ન કર્યો અને સામે ફાઈલ છુટ્ટો ઘા કરીને દર્દીના સગાઓને અપમાનિત કરાયા હતા.
મીરા આહિરે સમગ્ર ઘટનાને લઈને અને તંત્ર પાસે જવાબ માગતા બનાવેલા વીડિયોમાં જણાવ્યું કે, તેઓ તેમના ભાઈને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. ઇમરજન્સી વિભાગમાં 45થી 50 મિનિટ સુધી રાહ જોવા છતાં, કોઈ પણ સ્ટાફ દ્વારા તેમના ભાઈનો કેસ લખવામાં આવ્યો ન હતો. આટલું જ નહીં, મીરા આહિરે ઇમરજન્સી વિભાગમાં ફરજ પર હાજર ડોક્ટર અને સ્ટાફ પર ગેરવર્તન કરવાનો અને અભદ્ર ભાષાના ઉપયોગનો ગંભીર આક્ષેપ કર્યો છે.
સ્ટાફ દ્વારા તેને નથી દાખલ કરવો, તારાથી જે થાય એ કરી લેજે, જેવા અયોગ્ય શબ્દો પણ કહેવામાં આવ્યાં હતા. આ ઘટનાથી વ્યથિત થઈને મીરા આહિરે સોશિયલ મીડિયા પર વીડિયો દ્વારા સિવિલ હોસ્પિટલ પાસે આ મામલે સ્પષ્ટતા અને જવાબ માગ્યો છે. તેમણે સિવિલ તંત્રની બેદરકારી અને દર્દીઓ પ્રત્યેના અસંવેદનશીલ વલણ સામે પણ અવાજ ઉઠાવ્યો છે.
થોડા મહિના પહેલા જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ પણ રાજકોટ સિવિલ હોસ્પિટલના સત્તાધીશો સામે સવાલ ઉઠાવ્યાં હતા અને ફરીથી હોસ્પિટલ વિવાદમાં આવી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ACB ટ્રેપઃ ગાંધીનગરમાં નાયબ મામલતદારે માંગી રૂ. 9,50,000 ની લાંચ અને પછી થયું આવું | 2026-04-17 19:20:19
48 દિવસ પછી હોર્મુઝ ખુલ્યું: કોમર્શિયલ જહાજોની અવરજવર માટે છૂટ, ઈરાને કરી જાહેરાત | 2026-04-17 19:08:13
રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો: બ્રિટિશ નાગરિકતા વિવાદમાં FIR નોંધવા અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ | 2026-04-17 17:36:39
ACB ટ્રેપઃ અમદાવાદમાં બે પોલીસ કર્મચારીઓ વતી લાંચ લેનારો પ્રજાજન 3 હજાર રૂપિયા લેતા ઝડપાયો | 2026-04-17 17:32:12
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: CM ભૂપેન્દ્ર પટેલના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાઇ, ભાજપમાં આંતરિક કલહ સપાટી પર | 2026-04-17 17:29:02
Part- 1 અમારી આ 10 સ્ટોરી વાંચો, ગુજરાતની સ્ટેટ GST ઓફિસોમાં ભ્રષ્ટાચાર રોકવા સરકાર કેમ નિષ્ફળ ગઇ ? આ રહ્યાં ભ્રષ્ટ અધિકારીઓનાં કારનામાં | 2026-04-16 23:45:39
વડોદરામાં PI એ 2,00,000 રૂપિયાની લાંચ માંગી અને લાંચ લેનારો ઝડપાઇ ગયો | 2026-04-16 21:37:46
દ્વારકામાં શ્રમિક પરિવારના 3 બાળકો તળાવના પાણીમાં ડૂબ્યા, પરિવારને માથે આભ ફાટ્યું | 2026-04-15 09:48:21
રાજકોટ ખાતે શાસ્ત્રી મેદાનમાં શ્રીમદ્ રાજચંદ્રજીના 125 મા સમાધિદિન નિમિત્તે આધ્યાત્મિક સંગમનો ભવ્ય અનુભવ | 2026-04-13 17:23:14
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ: ભાજપે જનસેવા સંકલ્પ સાથે પ્રચારના શ્રીગણેશ કર્યા, મનપાના ઉમેદવારોએ લીધા શપથ | 2026-04-12 10:09:40
રાજકોટ ભાજપમાં પરિવારવાદનો ગણગણાટ: જાણો કોણે કોના માટે ટિકિટ માંગી ? | 2026-04-09 18:25:18
ક્ષત્રિય આંદોલનનો જાણીતો ચહેરો પદ્મિનીબા વાળા AAPમાં જોડાયા | 2026-04-07 18:26:31