Thu,25 April 2024,4:13 pm
Print
header

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની મીડિયા સામે દાદાગીરી, ડેંગ્યુના દર્દીઓને સુવિધા આપવાનું કહેતા કેમરા તોડવાનો પ્રયાસ

રાજકોટ: શહેરની સિવિલ હોસ્પિટલ ફરી એક વખત ચર્ચાસ્પદ બની છે, સૌરાષ્ટ્રનું હબ ગણાતા રાજકોટમાં જામનગર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ડેંગ્યુના દર્દીઓ આવી રહ્યાં છે, બેડની સંખ્યાં ઓછી હોવાથી દર્દીઓને જમીન પર સૂવાનો વારો આવ્યો છે, ત્યારે આ સ્થિતિ વચ્ચે ગુજરાતી ખાનગી ન્યૂઝ ચેનલના પત્રકારો અહી પહોંચ્યાં હતા, જોયું તો અહીના ડોક્ટરોએ એક બેડ પર દવા મુકી હતી, તે બેડ ખરેખર કોઇ દર્દીને આપવો જોઇતો હતો, જેથી તેને જમીન પર સુઇને સારવાર ન લેવી પડે, ત્યારે આ મામલે સવાલ કરાતા ડોક્ટરો ઉશ્કેરાઇ ગયા હતા અને મીડિયાની ટીમના કેમેરા તોડવાનો પ્રયાસ કર્યો હતો.
 
મીડિયાકર્મીઓએ આરોપ લગાવ્યો છે કે ડોક્ટરોની ટીમે તેમની સાથે અયોગ્ય ભાષામાં વાત કરી હતી અને બેકાબૂ બની ગયેલા ડેંગ્યુના કેસો મામલે માહિતી આપી ન હતી, જેથી હોસ્પિટલ આવા ડોક્ટરો સામે કાર્યવાહી કરે તેવી માંગ કરાઇ છે, નોંધનિય છે કે બગસરામાં ડેંગ્યુના કારણે 6 માસની એક બાળકીનું મોત થઇ ગયુ છે, ઉપરાંત અનેક નવા કેસ સામે આવી રહ્યાં છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch