Fri,26 April 2024,5:01 am
Print
header

રાજકોટના જાનૈયાઓની બસને ધારી નજીક નડ્યો અકસ્માત, ધારાસભ્ય કાકડિયા પહોંચ્યાં બચાવ સ્થળે

અમરેલીઃ ધારી નજીક રાજકોટના સોલંકી પરિવારની જાન ભરેલી બસને અકસ્માત નડ્યો હતો, આ અકસ્માતમાં 25થી વધુ જાનૈયાઓ ઘાયલ છે. આ જાનમાં ત્રણ બસો હતી, જેમાં એક ખાનગી ટ્રાવેલ્સ બસના ડ્રાઇવરે બેલેન્સ ગુમાવી દેતા બસ પલટી ગઇ હતી. ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.

રાજકોટના સોલંકી પરિવારમાં લગ્ન હતા અને જાન આંબરડી જઈ રહી હતી, બસના ડ્રાઇવરે બેલેન્સ ગુમાવી દેતા પલટી ખાઈ ગઈ હતી.આ દુર્ઘટનાની જાણ થતા આસપાસના વિસ્તારોનાં લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ધારીના ધારાસભ્ય જે.વી.કાકડિયા પણ અહીં પહોંચી ગયા હતા અને બધાને મદદ કરી હતી,બસમાંથી ઈજાગ્રસ્ત લોકોને બહાર કાઢીને આંબરડી, ધારી તથા આસપાસના સરકારી આરોગ્ય કેન્દ્રો પર ખસેડવામાં આવ્યા હતા. પોલીસને જાણ કરતા એમ્બ્યુલન્સનાં કાફલા સાથે દોડી આવી હતી. આ ઘટનામાં બે લોકો અતિ ગંભીર હાલતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

નાની મોટી ઇજા પામેલા દર્દીઓમાં જગદીશભાઈ સવજીભાઈ ગેડીયા (ઉ. વ.34), સોનલબેન કૌશિકભાઈ (ઉ. વ.25), ભરતભાઈ મનજીભાઇ ચૌહાણ. (ઉ. વ.50), વિશ્વા અડેદરા. (ઉ. વ.28), પ્રશાંત ભાઈ હિતેષભાઇ ગેડીયા. (ઉ. વ.24), અવનીબેન લખનભાઈ ચૌહાણ. (ઉ. વ.21), ઉજાસ હરેશભાઇ (ઉ. વ.18)નો સમાવેશ થાય છે.

ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા દર્દીઓમાં દ્રષ્ટિબેન વિનીતભાઈ. (ઉ. વ.25), રમેશભાઈ કેશવભાઈ ચોહાણ. (ઉ.વ.63), કિશોરભાઈ માવજીભાઈ ચોહાણ. (ઉ. વ.48) રવિ સુરેશભાઈ ગેડીયા. (ઉ. વ.32), ભગવાનભાઈ મોહનભાઇ ચોહાણ. (ઉ. વ.60), હીનાબેન વિનુભાઈ ચોહાણ. (ઉ. વ.40), શ્રેયા કિશોરભાઈ ચોહાણ. (ઉ. વ.20)નો સમાવેશ થાય છે. જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch