Thu,25 April 2024,8:34 pm
Print
header

ફિલ્મ અભિનેતા રાજીવ કપૂરનું હાર્ટ અટેકથી નિધન, 58 વર્ષની ઉંમરે લીધા અંતિમશ્વાસ

રામ તેરી ગંગા મેલી રહી હતી સફળ ફિલ્મ

મુંબઈઃ દિવંગત અભિેનેતા ઋષિ કપૂરના નાના ભાઈ રાજીવ કપૂરનું હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું છે. તેઓ 58 વર્ષના હતા તેમને ચેમ્બૂરમાં ઇલેક્સ હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. રણધીર કપૂર પોતાના ભાઈને નજીકની હૉસ્પિટલમાં લઈ ગયા, પરંતુ સારવાર શરૂ થતાં પહેલા જ રાજીવ કપૂરનું નિધન થઈ ગયું હતું.

હૃદયરોગનો હુમલો થતાં રણધીર કપૂર નાના ભાઈ રાજીવ કપૂરને લઈ હૉસ્પિટલ પહોંચ્યા હતા,ફરજ પરના ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યાં હતા. રણધીર કપૂરે નાના ભાઈના નિધનની પુષ્ટિ કરી છે. તેઓએ કહ્યું કે, મેં મારા સૌથી નાના ભાઈ રાજીવને ગુમાવ્યો છે. તેઓ હવે આ દુનિયામાં નથી રહ્યાં. ડૉક્ટરોએ તમામ પ્રયાસ કર્યા પરંતુ તેમને બચાવી ન શકાયા.

હું હૉસ્પિટલમાં છું અને મારા નાના ભાઈના પાર્થિવદેહને સોંપવામાં આવે તેની રાહ જોઈ રહ્યો છું. દિવંગત અભિનેતા ઋષિ કપૂરના પત્ની અને અભિનેત્રી નીતુ કપૂરે સોશિયલ મીડિયાના માધ્યમથી રાજીવ કપૂરના નિધનની પુષ્ટિ કરી છે. તેઓએ રાજીવ કપૂરનો એક ફોટો શૅર કર્યો છે.

નીતુ કપૂરે તેની સાથે કેપ્શનમાં લખ્યું છે કે, Rest in Peace નીતુની આ પોસ્ટ પર કોમેન્ટ કરી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ચાહકોએ રાજીવ કપૂરના નિધન પર શોક વ્યક્ત કરીને શ્રદ્ધાંજલી અર્પી છે.

રાજીવ કપૂરનો જન્મ 25 ઓગસ્ટ, 1962માં મુંબઈમાં થયો હતો. રાજીવ, રાજ કપૂરના સૌથી નાના પુત્ર હતા, રણધીર અને રીશી કપૂરના મોટા ભાઇ હતા. બોલિવૂડની સૌથી સક્સેસફુલ ફેમિલીમાંથી હોવા છતાં રાજીવ ફિલ્મોમાં વધુ સફળ થયા નહોતા.

રાજીવે લગભગ 14 જેટલી ફિલ્મોમાં કામ કર્યું હતું, જેમાંથી બે જ ફિલ્મો સફળ રહી હતી. તેમની હિટ ફિલ્મ્સમાં 1985માં રિલીઝ થયેલી 'રામ તેરી ગંગા મેલી' હતી. એક્ટિંગ ઉપરાંત રાજીવ ડિરેક્શન અને પ્રોડક્શન ક્ષેત્રમાં પણ હાથ અજમાવી ચૂક્યાં હતાં.

પ્રોડ્યૂસર તરીકે

હિના (1991) - એક્ઝિક્યૂટિવ પ્રોડ્યૂસર
પ્રેમગ્રંથ (1996) - એક્ઝિક્યૂટિવ પ્રોડ્યૂસર
આ અબ લોટ ચલે (1999) - પ્રોડ્યૂસર

ડિરેક્ટર તરીકે

પ્રેમ રોગ (1982) - આસિસ્ટન્ટ/યુનિટ ડિરેક્ટર
બીવી ઓ બીવી (1981) - આસિસ્ટન્ટ/યુનિટ ડિરેક્ટર
પ્રેમગ્રંથ (1996) - ડિરેક્ટર

અભિનેતા તરીકે

ઝિમ્મેદાર
નાગ નાગિન
શુક્રિયા
હમ તો ચલે પરદેશ - 1988
ઝલઝલા - 1988
પ્રીતિ - 1986
લવર બોય - 1985
ઝબરદસ્ત - 1985
લાવા
મેરા સાથી - 1985
આસમાન - 1985
એક જાન હૈ હમ- 1983
રામ તેરી ગંગા મૈલી - 1985
પ્રેમગ્રંથ - 1996
1999થી રાજીવ ફિલ્મ્સથી દૂર રહ્યાં, 39 વર્ષની ઉંમરે તેમણે આર્કિટેક્ટ આરતી સભરવાલ સાથે લગ્ન કર્યાં હતાં, પણ બે વર્ષ પછી તેમના છૂટાછેડા થઇ ગયાં હતાં.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch