Wed,24 April 2024,1:35 am
Print
header

મોદી સરકારે એવોર્ડનું નામ પણ કોંગ્રેસ મુક્ત કરી નાખ્યું, રાજીવ ગાંધી ખેલરત્નનું નામ મેજર ધ્યાનચંદ ખેલરત્ન કરાયું

નવી દિલ્હીઃ મોદી સરકારે વધુ એક મોટો ફેરફાર કરીને એવોર્ડનું નામ પણ કોંગ્રેસ મુક્ત કરી દીધુ છે, ભારતમાં આપવામાં આપતા ખેલરત્ન એવોર્ડનું નામ મેજર ધ્યાનચંદના નામ પર રાખવામાં આવ્યું છે. ભારતમાં રમત ગમતના ક્ષેત્રમાં આપવામાં આવતા સર્વોચ્ચ સન્માન એવોર્ડનું નામ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના નામ પર હતું. હવે તેને બદલી નાખવામાં આવ્યું છે. ખેલ રત્ન પુરસ્કાર, ‘રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર’ ના સ્થાને મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કારના નામથી ઓળખાશે. 

PM નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું કે દેશને ગર્વિત કરનારી ક્ષણોની વચ્ચે અનેક દેશવાસીઓનો આગ્રહ હતો કે મહાન ખેલાડીના નામો પરથી એવોર્ડનું નામ હોવું જોઇએ, ખેલરત્ન પુરસ્કારનું નામ મેજર ધ્યાનચંદજીને સમર્પિત કરવામાં આવે. લોકોની ભાવનાઓને જોતાં તેનું નામ હવે મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર કરવામાં આવી રહ્યું છે. જય હિન્દ.અમે તમને જણાવી દઇએ કે મેજર ધ્યાનચંદ હોકીના મહાન ખેલાડી હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch