Thu,25 April 2024,10:12 am
Print
header

રાજસ્થાનમાં ફરી ભડક્યું અનામત આંદોલન, લાકડીઓ લઈને બેઠેલા લોકોએ નેશનલ હાઈવે-21 કર્યો બ્લોક- Gujarat Post

- રાજસ્થાનમાં અલગથી 12% અનામતની માંગ
- માલી, કુશવાહ શાક્ય અને મૌર્ય સમાજ અનામતની માંગ કરી રહ્યો છે
- ભરતપુરમાં આંદોલનકારીઓએ નેશનલ હાઈવે-21 બ્લોક કરી દીધો

રાજસ્થાનઃ અનામતની માંગને લઈને ફરીથી આંદોલન શરૂ થઈ ગયું છે. રાજસ્થાનમાં માલી, કુશવાહા શાક્ય અને મૌર્ય સમાજે અલગ-અલગ 12% અનામતની માંગ કરી છે. ભરતપુરમાં અનેક લોકોએ લાકડીઓ સાથે નેશનલ હાઈવે-21 (આગ્રા-જયપુર)ને બ્લોક કરી દીધો છે. ભરતપુરમાં સોમવારે સવારે 11 વાગ્યાથી ચાર નગરોમાં ઈન્ટરનેટ સેવા 24 કલાક માટે બંધ કરી દેવામાં આવી છે.

કોંગ્રેસ સરકારે મંત્રી વિશ્વેન્દ્રસિંહ અને ડિવિઝનલ કમિશનરને આંદોલનકારીઓ સાથે વાત કરવા કહ્યું છે.આરક્ષણ સંઘર્ષ સમિતિના સંરક્ષક લક્ષ્મણસિંહ કુશવાહે કહ્યું કે અમે બંધારણ હેઠળ અનામતની માંગ કરી રહ્યાં છીએ. તેની વ્યવસ્થા કલમ નંબર 16(4) માં આપવામાં આવી છે. જે જાતિઓ ખૂબ જ પછાત છે, તેમને રાજ્ય સરકાર તેમના સ્તરે અનામત આપી શકે છે. તેને કેન્દ્ર સાથે કોઈ લેવાદેવા નથી. કાચી (માલી) સમાજ ખૂબ જ પછાત વર્ગ છે, તેની વસ્તી 12 ટકા છે. અમે વસ્તીને આધારે અનામતની માંગ કરી રહ્યાં છીએ. તેઓ આ મામલે મુખ્યમંત્રીને મળ્યાં હતા.તેમણે કહ્યું હતું કે આ કેસ પર વિચારવામાં આવશે, પરંતુ તેમ થયું નહીં. એટલા માટે અમારે આંદોલન કરવું પડ્યું. તેઓ વહીવટી સ્તરે વાત કરશે નહીં, સરકારના કોઈ પ્રતિનિધિ તેમની સાથે વાત કરવા પહોંચ્યાં નથી.

કેબિનેટ મંત્રી વિશ્વેન્દ્ર સિંહનું કહેવું છે કે તેઓ વાતચીત માટે તૈયાર છે. પરંતુ સમસ્યા એ છે કે આપણે કોની સાથે વાત કરીએ ? આ આંદોલનના નેતા કોણ છે ? આ લોકોએ હાઈવે બ્લોક કરી દીધો છે જેને કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. મારી અપીલ છે કે તેઓ પહેલા હાઈવે સાફ કરે અને અમારી સાથે વાત કરવા માટે આવે. આ મામલે આગામી સમયમાં મોટા ઘર્ષણના એંધાણ છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch