Thu,25 April 2024,4:53 am
Print
header

હવે રાજસ્થાનમાં તોડોના રાજનીતિ તેજ, જો કે ગેહલોતે 102 ધારાસભ્યો સાથે શક્તિપ્રદર્શન કર્યું

અશોક ગેહલોત પાસે 102 ધારાસભ્યોનું સંખ્યાબળ 

જયપુરઃ મધ્યપ્રદેશ અને કર્ણાટક પછી હવે રાજસ્થાનમાં પણ કોંગ્રેસની સરકાર તૂટે તેવા એંધાણ દેખાઇ રહ્યાં છે, કોરોનાની સ્થિતીમાં થોડા દિવસ રાજનીતિ શાંત રહ્યાં પછી હવે રાજસ્થાનની અશોક ગેહલોત સરકાર લઘુમત્તીમાં આવી શકે છે, પહેલાથી  નારાજ ચાલી રહેલા નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલટની તરફેણમાં કોંગ્રેસના 30 ધારાસભ્યો હોવાની ચર્ચા પછી કોંગ્રેસમાં હડકંપ છે.
 
સોનિયા અને રાહુલ ગાંધીના નજીકના ગણાતા જ્યોતિરાદિત્ય સિંધીયાએ કોંગ્રેસ છોડી અને મધ્યપ્રદેશમાં કમળ ખીલાવ્યું અને હવે સોનિયા, રાહુલના નજીકના જ એક નેતા સચિન પાયલટ પણ કોંગ્રેસથી છેડો ફાડી શકે છે. તેઓ ભાજપમાં નહીં જાય પરંતુ પ્રગતિશીલ કોંગ્રેસ નામથી નવી પાર્ટી બનાવે તેવી ચર્ચાઓ છે.

બીજી તરફ મુખ્યપ્રધાન અશોક ગેહલોતે 102 ધારાસભ્યો સાથે તેમના નિવાસ્થાને શક્તિપ્રદર્શન કર્યું હતુ અને વિક્ટોરી દર્શાવી હતી, આ બેઠકમાં પાયલોટ અને તેમના ગ્રુપના 21 ધારાસભ્યો ગેરહાજર રહ્યાં હતા, કોંગ્રેસ પાર્ટી ઓફિસમાંથી સચિન પાયલોટના હોડિંગ્સ પણ હટાવી લેવામાં આવ્યાં છે, રાજસ્થાનની રાજનીતિમાં નવાજૂનીના એંધાણ દેખાઇ રહ્યાં છે. 

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch