Fri,26 April 2024,12:50 am
Print
header

બિકાનેરમાં બસ-ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, 14 લોકોનાં મોત- 20થી વધુ ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા

રાજસ્થાન: બિકાનેરમાં એક બસ અને ટ્રક વચ્ચે થયેલા ગોઝારા અકસ્માતમાં 14 લોકોનાં મોત થઇ ગયા છે, 20 કરતા વધુ લોકો ઘાયલ થયા છે, તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે, અહીના શ્રીડુંગરગઢ વિસ્તારમાં બસ અને ટ્રક સ્પીડમાં આવી રહ્યાં હતા, ત્યારે તેમની વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી, બંને વાહનોમાં આગ લાગી ગઇ હતી, વહેલી સવારે બનેલી આ દુર્ઘટના બાદ લોકો અહી ભેગા થઇ ગયા હતા, આસપાસથી પાણી લાવીને આગ બૂઝાવી દેવાઇ હતી, જો કે અકસ્માત બાદ તરત જ વાહનોમાં આગ લાગતા વધુ લોકોને બચાવી શકાયા નથી, 14 લોકોનાં ઘટના સ્થળે જ મોત થઇ ગયા છે.

પોલીસ દ્વારા મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે, તેમના સગા-સંબંધીઓને અકસ્માતની જાણ કરી દેવાઇ છે. જો કે કોની બેદરકારીને કારણે આ અકસ્માત સર્જાયો છે, તેની પોલીસ તપાસ કરી રહી છે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch