Fri,19 April 2024,2:58 am
Print
header

આપણે ગુલામીની માનસિકતામાંથી બહાર નીકળ્યાં, ભીલવાડામાં મોદીએ ભગવાન દેવનારાયણજીની જન્મજયંતિમાં કહી આ વાત

રાજસ્થાનઃ ભીલવાડામાં ભગવાન દેવનારાયણની 1111મી જન્મ જયંતિના સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી. આ પ્રસંગે તેમને કહ્યું કે અહીં અત્યાર સુધીમાં કોઇ વડાપ્રધાન નથી આવ્યાં અને હું પૂરી ભક્તિભાવ સાથે યાત્રી તરીકે આશીર્વાદ લેવા આવ્યો છું. અત્યારે મને યજ્ઞશાળામાં સંપૂર્ણ ત્યાગ કરવાનો લ્હાવો મળ્યો છે, આ મારા માટે સૌભાગ્યની વાત છે કે મારા જેવા સામાન્ય વ્યક્તિને આજે તમારી વચ્ચે આવીને ભગવાન દેવનારાયણજીના આશીર્વાદ લેવાનો પુણ્ય મળ્યું છે.

ભારત માત્ર એક ભૂમિ જ નથી, પરંતુ આપણી સભ્યતા, સંસ્કૃતિ, સદ્ભાવના અને સંભાવનાઓની અભિવ્યક્તિ છે. વિશ્વની ઘણી સંસ્કૃતિઓ સમય જતાં મૃત્યું પામી છે, ભૌગોલિક, સાંસ્કૃતિક, સામાજિક અને વૈચારિક રીતે હિંદને તોડવાના ઘણા પ્રયત્નો થયા. પરંતુ કોઈ પણ શક્તિ ભારતને ખતમ કરી શકી નહીં.

અમે છેલ્લા 8-9 વર્ષથી સમાજના દરેક વર્ગને સશક્ત બનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ, ભગવાન દેવનારાયણે ચીંધેલો માર્ગ સૌનો સાથે સૌના વિકાસ માટેનો છે. આજે દેશ આ રસ્તે ચાલી રહ્યો છે. ગયા વર્ષે સ્વતંત્રતા દિવસના અવસર પર મેં લાલ કિલ્લા પરથી પાંચ માર્ગ પર ચાલવાનો આગ્રહ કર્યો હતો, તેનો ઉદ્દેશ્ય એ છે કે આપણે બધા આપણા વારસા પર ગર્વ કરીએ, ગુલામીની માનસિકતામાંથી બહાર નીકળીએ દેશ માટે આપણી ફરજોને યાદ કરીએ.

ખેડૂતોને આજે દરેક સંભવ મદદ મળી રહી છે. નાના ખેડૂતને પહેલીવાર પીએમ કિસાન સન્માન નિધિની સીધી મદદ મળી રહી છે. ભગવાન દેવનારાયણે ગૌસેવાને સમાજસેવા અને સશક્તિકરણનું માધ્યમ બનાવ્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોથી દેશમાં ગૌસેવાની ભાવનાને સતત મજબૂત કરવામાં આવી રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch