Sun,08 September 2024,11:09 am
Print
header

ભરતપુર અકસ્માતઃ મૃતકોના પરિવારજનો માટે પીએમઓએ જાહેર કરી સહાય, પ્રત્યક્ષદર્શીએ કહી આ વાત- Gujarat Post

રાજસ્થાનઃ ભરતપુરમાં એક ગંભીર અકસ્માતમાં 11 ગુજરાતીઓનાં મોત થયા છે અને 12થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘટનાની માહિતી મળતાં જ લખનપુર, નાદબાઈ, હલાઈના અને વાઘર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ અકસ્માતને પગલે ઘટના સ્થળે હોબાળો મચી ગયો હતો. મૃતકોમાં છ મહિલાઓ અને પાંચ પુરૂષોનો સમાવેશ થાય છે. તમામ મૃતકો ભાવનગરના રહેવાસી છે. ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુખ વ્યક્ત કર્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર, રાજસ્થાનના ભરતપુરમાં માર્ગ અકસ્માતમાં મૃત્યું પામેલા લોકોના પરિવારજનોને PMNRF તરફથી 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા મંજૂર કરી છે. ઘાયલોને 50,000 રૂપિયા આપવાની મદદની જાહેરાત કરી છે.

આ બસ ભાવનગરથી મથુરા જઈ રહી હતી ત્યારે દુર્ઘટના સર્જાઈ હતી. કસ્માત બાદ મૃતદેહો હાઈવે પર વેરવિખેર થઈ ગયા હતા. હાજર લોકોએ દરેક મૃતદેહને રસ્તા વચ્ચેથી હટાવીને એક બાજુએ રાખ્યા હતા. હાઇવે પર જામ થઈ ગયો હતો.  ટ્રેલરે પાછળથી પાર્ક કરેલી બસને ટક્કર મારી હતી. અકસ્માતની માહિતી મળતા લખનપુર, નાદબાઈ, હલાઈના, વાઘર સહિતના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મુસાફરોથી ભરેલી બસ ભાવનગરથી મથુરા હરિદ્વાર જવા માટે શ્રદ્ધાળુઓને લઈ જઈ રહી હતી.

ભાવનગરના રહેવાસી ઈજાગ્રસ્ત બાલાભાઈએ જણાવ્યું કે તેઓ ભાવનગરથી હરિદ્વાર જઈ રહ્યાં હતા, ભાવનગર અને આજુબાજુના વિસ્તારના તેમના ગામના ભક્તોની આખી મંડળી બસમાં હાજર હતી, જેમાં 55 થી 57 સ્ત્રી-પુરુષ ભક્તો હતા. બસમાં ડીઝલ ખતમ થઈ ગયું હતું, જેથી બસ હાઈવે પર ઊભી રાખવામાં આવી હતી. ડ્રાઈવર કંડક્ટર ડીઝલની વ્યવસ્થા કરવામાં વ્યસ્ત હતા. કેટલાક મુસાફરો નીચે ઉતર્યાં હતા. જ્યારે કેટલાક બસમાં સૂતા હતા, ત્યારે અચાનક એક ટ્રેલર વાહને તેમને પાછળથી ટક્કર મારી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch