બે વર્ષ પહેલાં બનાવડાવ્યું હતું ટેટૂ
એન્ટી સોશિયલ પર્સનાલિટી ડિસઓર્ડરનો શિકાર સોનમ
લગ્નનું દબાણ આવતા પાંચ મહિના પહેલાં રાજને બનાવી લીધો પ્રેમી
નવી દિલ્હીઃ દેશભરમાં હાલ રાજા રઘુવંશી હત્યા કેસની ચર્ચાઓ થઈ રહી છે. પત્ની સોનમે જ પતિનું કાસળ કાઢ્યું હતું. સોનમના ભાઈ ગોવિંદે નિવેદન આપ્યું કે સોનમ રાજને રાખડી બાંધતી હતી. તેના મોબાઈલમાં ‘દીદી’ના નામથી નંબર સેવ હતો. જો આવું હોય તો પછી હત્યાનું કારણ શું ? આખરે સોનમના બીજા કયા ઊંડા રહસ્યો છે, જે તેને આ હદ સુધી લઈ ગયા કે તેણે પોતાના પતિને બેરહેમીથી મારી નાંખ્યો. આખરે તેના મનમાં શું ચાલી રહ્યું હતું તે જાણવા સૌ આતુર છે.
સોનમ ઓછું ભણેલી હતી, પરંતુ ત્રણ વર્ષથી ભાઈ ગોવિંદના વ્યવસાયમાં મદદ કરીને તેને આગળ વધાર્યો હતો. સોનમ ઇન્દોરનું કામકાજ સંભાળતી હતી અને ભાઈ ગોવિંદ ગુજરાતનું માર્કેટ સંભાળતો હતો. સોનમ પોતાની રીતે જીવન જીવવા માંગતી હતી. મંગલ સિટી મોલમાં તેની ફર્મ નજીક જ તેણે દોઢ વર્ષ પહેલાં વહેતી લહેરોનું ટેટૂ પણ બનાવડાવ્યું હતું, જે તેની વિચારસરણી દર્શાવે છે કે તે પોતાની રીતે રહેવા માંગતી હતી. જીવનમાં પરિવાર દખલગીરી કરે તે તેને મંજૂર ન હતું.
સોનમ મંગળા હતી અને તેની ઉંમર 26 વર્ષની થઈ ગઈ હતી. પરિવારના લોકોએ લગ્નનું દબાણ કર્યું, તો સોનમે પોતાનાથી પાંચ વર્ષ નાના રાજ કુશવાહાને માત્ર પાંચ મહિના પહેલાં પોતાનો પ્રેમી બનાવી લીધો. રાજ તેની જ ફર્મનો કર્મચારી હતો. રાજ માત્ર સોનમ પ્રત્યે જ નહીં, પરંતુ આખા પરિવાર પ્રત્યે સમર્પિત હતો. તે સોનમના પરિવારની ગાડીઓ પણ ચલાવતો હતો અને પિતા-માતાને લાવવા-લઈ જવાનું કામ કરતો હતો. સોનમને પણ રાજ જેવો જ જીવનસાથી જોઈતો હતો, જે તેની વાત સાંભળે, તેનાથી દબાઈને રહે. તેના નિર્ણયોનો વિરોધ ન કરી શકે. રાજે હત્યા કરીને આ સાબિત પણ કરી દીધું. સોનમની વિચારસરણી હતી કે તે રાજ જેવા યુવક સાથે લગ્ન કરીને પોતાના પારિવારિક બિઝનેસને સંભાળે, બીજી જગ્યાએ લગ્ન થવાથી આ શક્ય ન હતું. જ્યારે રાજા સાથે સંબંધ પાક્કો થયો હતો, ત્યારે સોનમે પોતાની માતાને કહ્યું હતું કે તમે તમારી મરજી પ્રમાણે કરી લો. પછી જુઓ હું શું કરું છું...
સોનમને પોતાના પતિની હત્યા પર પસ્તાવો ન થયો. તે માત્ર ભાઈ સામે રડી હતી. ગાઝીપુરના સેન્ટરમાં 7 કલાક ઊંઘ કાઢી. તેના વર્તનને લઈને મનોરોગ નિષ્ણાતે કહ્યું કે સોનમ જેવા લોકો એન્ટિસોશિયલ પર્સનાલિટી ડિસઓર્ડરનો શિકાર હોય છે. આવા લોકો ખોટું કર્યા પછી પણ પસ્તાવો કરતા નથી. સોનમમાં પણ આ લક્ષણો દેખાયા હતા. ધરપકડ થયા પછી તે રડી નહીં, બસ ઉદાસ બેસી રહી હતી. 7 કલાક તેણે ઊંઘ પણ લીધી હતી. આ ડિસઓર્ડરનો શિકાર લોકો બીજાની ભાવનાઓ, અધિકારોને મહત્વ આપતા નથી. તેઓ બીજા સાથે હેરાફેરી કરવા, તેમને દબાવી રાખવા અને છેતરવાનો પ્રયાસ કરે છે. લગ્ન પછી સોનમનું વર્તન રાજા સાથે આ જ પ્રકારનું રહ્યું હતું.
કલોલમાં એ.સી.બી ટ્રેપમાં એન્જિનિયર ફસાયા, રૂપિયા 8 હજારની લીધી હતી લાંચ | 2026-02-18 22:04:08
ગજરાતમાં કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોની ચિંતા વધી | 2026-02-18 17:07:34
ગુજરાત બજેટઃ કરદાતાની સંખ્યા 13.96 લાખ પર પહોંચી, 6 શહેરોમાં GST બાયોમેટ્રિક વેરિફિકેશનની મળશે સુવિધા | 2026-02-18 15:44:26
ગુજરાત બજેટ 2026-27: રૂપિયા 4.08 લાખ કરોડનું વિક્રમી બજેટ રજૂ કરાયું | 2026-02-18 15:16:26
મૃગીકુંડમાં શાહી સ્નાન વખતે પોલીસ સાથે ગેરવર્તન કરવું ભારે પડ્યું, કીર્તિ પટેલ સામે પોલીસ ફરિયાદ | 2026-02-17 18:19:06
T-20 વર્લ્ડકપમાં મોટો ઉલટફેરઃ ઓસ્ટ્રેલિયા ફેંકાયું, ઝિમ્બાબ્વે સુપર- 8માં પહોંચ્યું | 2026-02-17 18:12:46
12 મા ધોરણની બોર્ડ પરીક્ષા, 584 માંથી 581 વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયા, 50 થી વધુ શાળા સ્ટાફ સામે કાર્યવાહી | 2026-02-17 15:32:49
રાજપાલ યાદવને દિલ્હી હાઈકોર્ટમાંથી મોટી રાહત, રૂપિયા જમા કરાવતા મળ્યાં જામીન | 2026-02-16 16:56:11
રાજસ્થાનઃ ભીવાડીના તાપુકડા ફેક્ટરીમાં આગ લાગી, 7 કામદારોના મૃતદેહ મળ્યાં, મૃત્યુઆંક વધવાની આશંકા | 2026-02-16 12:40:40
ભારતની જીત, પાકિસ્તાની ટીમની હારથી મોહસીન નકવી ચોરની જેમ સ્ટેડિયમમાંથી ભાગી ગયો, વીડિયો સામે આવ્યો | 2026-02-15 16:22:35
વિધાનસભામાં દુકાન અને સંસ્થા સુધારા બિલ સર્વાનુમતે પસાર, જાણો શું થશે અસર ? | 2026-02-17 17:56:25