Wed,24 April 2024,7:42 am
Print
header

વરસાદને લઇને હવામાન ખાતાની આગાહી, જાણો ક્યારથી પ્રિ-મોનસૂન એક્ટિવીટી શરૂ થશે ?

પ્રતિકાત્મક ફોટો

નવી દિલ્હીઃ દેશમાં વધી રહેલી ગરમીના વાતાવરણમાં હવામાન ખાતાએ વરસાદને લઇને આગાહી કરી છે, તે પ્રમાણે 30મી મેથી પ્રિ-મોનસૂન એક્ટિવીટી શરૂ થશે અને 1 થી 5 જૂનથી વચ્ચે કેરળમાં ચોમાસુ પહોંચી જશે,ત્યાર બાદ 10 જૂનની આસપાસ મુંબઇમાં અને 15 જૂનની આસપાસ ગુજરાતમાં પ્રિ મોનસૂન ગતિવિધીઓ ચાલુ થશે અને વરસાદની શરૂઆત થશે.વાવાઝોડાને કારણે પશ્નિમ બંગાળ અને ઓરિસ્સામાં વરસાદી માહોલ છે અને અહીના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. થોડા દિવસોમાં પ.બંગાળ, રાજસ્થાન અને ઓરિસ્સા જેવા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. 

હવામાન ખાતાની આગાહી છે કે ગુજરાતમાં આગામી 15થી 20 જૂન વચ્ચે વરસાદની શરૂઆત થઇ જશે, ત્યારે ટૂંક સમયમાં રાજ્યના લોકોને ભયંકર ગરમીમાંથી રાહત મળશે અને ખેડૂતો માટે પણ આ રાહતના સમાચાર છે, વરસાદને કારણે ખેતીને પાણી મળી રહેશે. 

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch