સુરતઃ ગુજરાતમાં હાલ મોસમનો બેવડો મિજાજ જોવા મળી રહ્યો છે. અમદાવાદ, અમરેલી સહિત સૌરાષ્ટ્રાના અનેક વિસ્તારમાં કાળઝાળ ગરમી પડી રહી છે. દરમિયાન દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે વહેલી સવારથી જ નવસારી જિલ્લામાં આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું.
જિલ્લાના ડુંગરાળ વિસ્તાર ધરાવતા વાંસદા તાલુકામાં સવારના સમયે પવનના સુસવાટા સાથે વરસાદના અમીછાંટણા શરૂ થયા હતા. વરસાદના કારણે રસ્તાઓ ભીના થઈ ગયા હતા. છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી સહન કરી રહેલા સ્થાનિક લોકોને આ કમોસમી વરસાદના કારણે ગરમી અને અસહ્ય બફારામાંથી થોડી રાહત મળી છે. સવારના સમયે હવામાં ઠંડક પ્રસરી જતાં વાતાવરણ એકદમ આહલાદક બની ગયું હતું.
જો કે, આ આહલાદક વાતાવરણ નવસારી અને આસપાસના વિસ્તારના પ્રખ્યાત આંબાના બગીચાઓ ધરાવતા ખેડૂતો માટે ચિંતાની આફત લઈને આવ્યું છે. કમોસમી વરસાદના કારણે કેરીઓ આંબા પરથી ખરી પડવાની તેમજ સડો લાગવાની શક્યતા વધી ગઈ છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી 30 મે દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. હાલ ગુજરાત પર પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે. રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. તેને પ્રમાણે રાજ્યના અનેક જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 1થી2 ડિગ્રી સેલ્સિયસ જેટલો ફેરફાર નોંધાયો છે.
અમદાવાદઃ વિમાનના ટોયલેટ સ્પીકરમાંથી રૂ. 4 કરોડોનું સોનું જપ્ત, બે પાઉચમાંથી 24 સોનાના બિસ્કિટ મળ્યાં | 2026-06-13 09:30:49
વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારોએ પ્રિયજનોને યાદ કર્યા, મૃતકો માટે સ્મારક બનાવવાની માંગ | 2026-06-13 09:09:38
ત્રણ ભારતીય ખલાસીઓના મોત પર જયશંકર ગુસ્સે ભરાયા, માર્કો રુબિયો સાથે ફોન પર નારાજગી વ્યક્ત કરી | 2026-06-13 08:45:56
ચોટીલાના PI- PSI સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓ થઇ | 2026-06-12 18:19:56
પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
બનાસકાંઠાઃ લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39
સુરતમાં એક કારમાંથી યુવકની લાશ મળી, પાંચ દિવસથી ગુમ હતો આ વ્યક્તિ | 2026-06-12 09:27:40
સુરતનું ભૂતિયા ડિમોલિશન પ્રકરણ: કમિશનર મીડિયાથી ભાગ્યા, માર્શલોની ઝપાઝપી | 2026-06-11 17:52:48
સુરતના ભૂતિયા ડિમોલિશનમાં થયો મોટો ધડાકો, જાણો નવી વિગતો | 2026-06-10 18:09:51
ગુજરાતમાં આ શું ચાલી રહ્યું છે ? સુરતમાં રહસ્યમય ડિમોલિશન: 100 ગરીબોના ઘર તોડી જનાર મિસ્ટર ઈન્ડિયા કોણ ? | 2026-06-06 17:53:03
દક્ષિણ ગુજરાતને રૂ.18,778 કરોડના વિકાસકાર્યોની ભેટ: પીએમ મોદીએ સુરતથી આપ્યો પ્રકૃતિ સાથે પ્રગતિનો મંત્ર | 2026-06-05 17:54:53