Sat,20 April 2024,1:04 am
Print
header

રાજ્યમાં આજે પણ વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતામાં, અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા

અમદાવાદઃ ગુજરાતમાં બે દિવસથી કડાકા ભડાકા સાથે મેઘરાજા વરસી રહ્યાં છે. હવામાન વિભાગે કરેલી વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ઉત્તર પશ્ચિમ રાજસ્થાન અને તેને અડીને આવેલા વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે. ગઈકાલે પણ રાજ્યના 28 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 28 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છના અંજારમાં પોણા 2 ઈંચ વરસાદ નોંધાયો છે. ધોરાજીમાં 1.5 ઈંચ, પાલીતાણામાં 1.5 ઈંચ, શિહોરમાં સવા ઈંચ, ગારિયાધારમાં 1 ઈંચ, ગોંડલમાં 1 ઈંચ, વલ્લભીપુરમાં 1 ઈંચ, જામકંડોરણામાં પોણો ઈંચ, કોટડાસાંગાણીમાં પોણો ઈંચ, ગાંધીધામમાં પોણો ઈંચ, મહુવામાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર આજે પણ અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, મહેસાણા, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર અને કચ્છમાં વરસાદની આગાહી છે. અમદાવાદમાં વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. અમદાવાદમાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ નોંધાયો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch