Tue,23 April 2024,12:46 pm
Print
header

રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, જાણો કયા કયા જિલ્લામાં પડશે વરસાદ

ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વાદળ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે  અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ થયો છે. ત્યારે એક સાકલોનીક સર્ક્યુલેશન સક્રિય થયું છે.જેને કારણે આગામી 5 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્ય  વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. થન્ડર સ્ટોમને કારણે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે  પવનમાં ભેજનું પ્રમાણ વધતા લોકો બફારાથી પરેશાન થઈ રહ્યાં છે અને આગામી 5 દિવસ ઉંચુ તાપમાન યથાવત રહેશે 39 થી 40 ડીગ્રી આસપાસ તાપમાન રહેવાનો અંદાજ છે.

આજે થન્ડર સ્ટોમ એક્ટિવિને કારણે 30 થી 40 કિલોમીટર પવન ફૂંકાશે. અમદાવાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, બોટાદ, દમણ દાદરા નગર હવેલી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા,આણંદમાં ભારે પવન અને ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આવતીકાલે  અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ,પોરબંદર, રાજકોટ, દિવ,  સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગરમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch