24 કલાકમાં પોલીસે બે હાઈ પ્રોફાઈલ દારૂની પાર્ટી પર રેડ કરી
રાજ્યમાં છૂટથી અને માંગો તે જગ્યાએ દારૂ મળતું હોવાનું ફરીવાર સાબિત થયું
અમદાવાદઃ સાણંદમાં આવેલા ગ્લેડ ગોલ્ફ રિસોર્ટમાં હાઈ પ્રોફાઈલ દારૂ પાર્ટી ઝડપાઈ હતી.પોલીસે રિસોર્ટમાં રેડ દરમિયાન 100 લોકોને તપાસ કરી હતી, જેમાંથી 16 યુવકો અને 26 યુવતીઓ મળીને કુલ 42 લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા. તમામને મોડી રાતે મેડિકલ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતા. જે બાદ રાતના 3 વાગ્યાના અરસામાં તમામને સાણંદ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યાં હતા. સાણંદ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તમામની ધરપકડ કરી હતી.
રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પ્રતિક સંઘવીની બર્થ ડે પર આ દારૂ પાર્ટી યોજાઈ હતી. પોલીસની 4 બસ અને ગાડીમાં તમામને બેસાડીને મેડિકલ ટેસ્ટ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતા.મોટી સંખ્યામાં દારૂ પીતા લોકો ઝડપાયા હોવાથી મોડી રાતથી સવાર સુધી પોલીસની કાર્યવાહી ચાલી હતી.યુવક-યુવતીઓ મોટી સંખ્યામાં ઝડપાયા હોવાથી તેમના પરિવારના સભ્યોના પણ ટોળા ઉમટ્યાં હતા.
ઉલ્લેખનીય છે કે, 20 જુલાઈએ વહેલી સવારે પણ ક્લહાર બ્લુ ગ્રીન વિલન મકાનમાંથી દારૂની મહેફિલ માણતા 12 નબીરાઓ ઝડપાયા હતા.પોલીસે અમદાવાદ, ગાંધીનગર અને મુંબઈમાં રહેતા 12 યુવકોને દારૂ પીતા ઝડપ્યાં હતા.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકે પરિવારના 7 સભ્યોને કચડ્યા, મૃતદેહોને એકત્ર કરવા પાવડાની મદદ લેવી પડી | 2026-04-13 09:12:38
આશા ભોંસલેના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર, પીએમ મોદી, અમિત શાહ અને ગડકરી સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ | 2026-04-12 18:12:09
અમે TRAI માંથી છીએ...,વૃદ્ધ વ્યક્તિને 8 દિવસ સુધી ડિજિટલ ધરપકડમાં રાખ્યાં, રૂ. 1.43 કરોડની છેતરપિંડી કરી | 2026-04-12 17:57:06
પ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન, હાર્ટ એટેક બાદ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા | 2026-04-12 14:24:11
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ: ભાજપે જનસેવા સંકલ્પ સાથે પ્રચારના શ્રીગણેશ કર્યા, મનપાના ઉમેદવારોએ લીધા શપથ | 2026-04-12 10:09:40
સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી: AAPના ઉમેદવારે ઉમેદવારી પત્ર જ ફાડી નાખ્યું | 2026-04-12 09:48:40
વડોદરામાં ફોર્મ ભરવા પહોંચેલા મહિલા ઉમેદવારના પતિની હરિયાણા પોલીસે કરી ધરપકડ | 2026-04-11 17:24:13
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ, ક્યાંક બિનહરીફ તો ક્યાંયક ઉમેદવારો બદલાયા | 2026-04-11 17:15:20
પોલીસ કોન્સ્ટેબલે રૂ. 1,20,000 ની લાંચની માંગણી કરી, પ્રજાજન તેના વતી લાંંચ લેતા એસીબીમાં ફસાયો | 2026-04-10 09:04:14
ચાંદખેડામાં ઢોસાના ખીરાથી બે બાળકીઓનાં મોતના દાવા મામલે નવો વળાંક આવ્યો | 2026-04-09 16:34:55