નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. કોરોનાના કારણે દેશની સ્થિતિ બદથી બદતર થઈ રહી છે. હાલ ઘણા રાજ્યોમાં રસીની અછત ઉભી થઈ છે. જેને લઈ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વીડિયો ટ્વીટ કરીને મોદી સરકારની ઝાટકણી કાઢી છે.
રાહુલ ગાંધીએ કહ્યું, મોદીજી તમે કહ્યું હતું કે કોરોનાની લડાઈ 18 દિવસમાં જીતી જઈશું. તમે ઘંટડી વગાડાવી, થાળી વગાડાવી, મોબાઈલ ફોનની લાઈટો કરાવી તેમ છતાં કોરોના આગળ વધતો ગયો અને બીજી લહેરમાં લાખો લોકો શિકાર બની ગયા છે. તમે ઈવેંટબાજી બંધ કરી દો, જેને પણ વેક્સિનની જરૂર હોય તેને આપો. વેક્સિનની એક્સપોર્ટ બંધ કરો અને જે ગરીબ ભાઈ બહેનો છે તેમને તરત સપોર્ટ આપો. 385 દિવસમાં પણ કોરોના સામે લડાઈ ન જીતી શક્યા, ઉત્સવ, તાળી-થાળી ખૂબ વગાડ્યા હવે દેશને વેક્સિન આપો. દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીઓની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે.અત્યાર સુધીમાં 10 કરોડ 45 લાખ 28 હજાર 565 ડોઝ આપવામાં આવ્યાં છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 1,68,912 નવા કોરોનાના કેસ આવ્યાં અને 904 લોકોના મોત થયા છે.જો કે 75,086 લોકો ઠીક પણ થયા છે. દેશમાં કુલ કેસ એક કરોડ 35 લાખ 27 હજાર 717 થયા છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03
IPLમાં ગુજરાત ટાઇટન્સ સામે CSKનું મોટું પરાક્રમ, GTએ શુભમન ગિલની કેપ્ટન્સીમાં શરમજનક રેકોર્ડ નોંધાવ્યો | 2024-03-27 09:51:59