Sun,25 July 2021,5:16 pm
Print
header

પત્રકારો, નેતાઓના મોબાઇલ ડેટા લિકનો નવો વિવાદ, રાહુલ સંસદમાં પણ ઉઠાવી શકે છે આ મુદ્દો

નવી દિલ્હીઃ આજથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થશે. સત્ર દરમિયાન કોરોનાની બીજી લહેર, મોંઘવારી અને ચીન સાથે સંકળાયેલા મુદ્દે હંગામો થવાની શક્યતા છે. ઈઝરાયેલી કંપની પીગાસસના સોફ્ટવેરથી પત્રકારો અને નેતાઓના મોબાઇલનો ડેટા લિક કરીને જાસૂસી કરવાનો મુદ્દો પણ ગૂંજશે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને મોદી સરકારને આ મામલે ટોણો પણ માર્યો છે.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું અમને ખબર છે તેઓ શું વાંચી રહ્યાં છે. વિપક્ષના તીખા તેવરથી આ મુદ્દે સરકારે સંસદમાં સવાલનો સામનો કરવો પડી શકે છે. વિપક્ષ દ્વારા લોકસભા અને રાજ્યસભા બંનેમાં આ મુદ્દે ચર્ચાની માંગ કરવામાં આવી છે.

મોદી સરકારના મંત્રીઓ, આરએસએસના નેતાઓ, સુપ્રીમ કોર્ટના જજ અને પત્રકારોના ફોનનો ડેટા ચોરી કરવા  ઈઝરાયલની કંપની પીગાસસને હાયર કરાઈ હોવાના વિસ્ફોટક સમાચાર વિદેશી મીડિયામાં જાહેર થવાના છે તેમ સુબ્રમણ્યમ સ્વામીએ કરેલા ટ્વીટથી રાજકીય વર્તુળોમાં હોબાળો મચી ગયો હતો.સૂત્રોના જણાવ્યાં મુજબ કેબિનેટ મંત્રી નિતિન ગડકરી, સ્મૃતિ ઈરાનીના મોબાઇલ ટેપ થયા હતા. દત્તાત્રેય હોસબોલે સહિત આરએસએસના કેટલાક નેતાઓ, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો અને અનેક પત્રકારોના ફોન ટેપ થયા છે. સીબીઆઈ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને આઈટી અધિકારીઓના ફોન પણ ટેપ થયા હોવાનું સૂત્રોનું કહેવું છે. સાથે જ આ બધાના વ્હોટ્સએપ ડેટા પણ લિક કરાયા હોવાનું સામે આવ્યું છે, 40 પત્રકારો, 3 વિપક્ષના નેતા, 2 મંત્રીઓ અને જજના ફોનનો ડેટા લિક થતો હોવાના ઘટસ્ફોટ બાદ દેશના રાજકારણમાં ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. વિપક્ષ હવે આ મામલે મોદી સરકારને ઘેરશે તે નક્કિ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch