Fri,26 April 2024,3:23 am
Print
header

રાહુલ ગાંધીએ કોલ્લમમાં માછીમારો સાથે દરિયામાં લગાવી ડૂબકી, સામે આવી તસવીરો

નવી દિલ્હીઃ કેરળના વાયનાડના સાંસદ અને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી હાલ કેરળમાં છે. આ સમય દરમિયાન રાહુલ ગાંધીએ કોલ્લમમાં માછીમારોના જીવનનો અનુભવ કરવા અને તેમની સમસ્યાઓ સમજવા માટે ચર્ચા કરી હતી સાથે જ દરિયામાં ડૂૂબકી પણ લગાવી હતી.માછલી પકડવા માટે છટકું ફેંકવામાં આવ્યું ત્યારે રાહુલ ગાંધીએ બાકીના માછીમારો સાથે પાણીમાં કુદકો લગાવ્યો હતો.

રાહુલ ગાંધી કિનારે પહોંચતા પહેલા 10 મિનિટ સુધી તરતા રહ્યાં હતા. જ્યારે રાહુલ ગાંધી દરિયામાં કૂદી પડ્યા હતા ત્યારે તેમની સાથે બોટ પર અંગત સુરક્ષા અધિકારી પણ હતા. જેને જોઈને તેમને પણ આશ્ચર્ય થયું હતુ.

રાહુલ ગાંધી વાદળી ટી-શર્ટ અને ખાખી પેન્ટ પહેરીને દરિયામાં કૂદી પડ્યા હતા. બાદમાં કાંઠે આવીને તેમણે ભીના કપડાં બદલ્યાં હતા. રાહુલ ગાંધીનો દરિયામાં કૂદી પડવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેઓની તસ્વીરો પણ વાઇરલ થઇ રહી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch