Tue,08 October 2024,9:10 am
Print
header

રાહુલ ગાંધીએ પીએમ મોદીને આપી જન્મદિવસની શુભકામનાઓ, તો પ્રમોદ તિવારીએ માર્યો ટોણો

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 73મો જન્મદિવસ છે. દેશ વિદેશમાંથી તેમના પર શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. વિપક્ષના નેતાઓ પણ તેમને શુભકામનાઓ પાઠવી રહ્યાં છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મોદીને જન્મદિવસની શુભકામનાઓ આપી છે.

રાહુલ ગાંધીએ એક્સ પર લખ્યું,પીએમ મોદીને જન્મદિવસની શુભકામનાઓ. મલ્લિકાર્જુન ખડગેએ લખ્યું, પીએમ નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ પર મારી શુભેચ્છાઓ. સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય સાથે ભગવાન તેમને આશીર્વાદ આપે.

જો કે પીએમ મોદીને અભિનંદન આપતા કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારીએ ટોણો માર્યો હતો કોંગ્રેસના રાજ્યસભા સાંસદ પ્રમોદ તિવારીએ કહ્યું, "તેઓ આ જન્મદિવસ વડાપ્રધાન તરીકે ઉજવી શકે છે, હું તેમને સ્વાસ્થ્ય અને ખુશીની શુભેચ્છા પાઠવું છું પરંતુ તેઓ આગામી જન્મદિવસ પૂર્વ વડાપ્રધાન તરીકે ઉજવશે.

માતા હીરાબાના નિધન બાદ આ વખતે વડાપ્રધાન મોદી તેમનો જન્મદિવસ તેમના વગર ઉજવી રહ્યાં છે. ગયા વર્ષે જ્યારે તેમના માતા હીરાબા તેમની જન્મ શતાબ્દીની ઉજવણી કરી રહ્યાં હતા ત્યારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને મળવા જઈ શક્યા ન હતા. તેમના જન્મદિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશમાં હતા, જ્યાં તેમણે તેમના જન્મદિવસ પર તેમની માતાને ન મળી શકવાની પીડા વ્યક્ત કરી હતી. હીરાબાનું 30 ડિસેમ્બર, 2022ના રોજ નિધન થયું હતું.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch