Thu,25 April 2024,7:41 am
Print
header

કોંગ્રેસમાં ધમાસાણ, સલમાન ખુર્શીદે કહ્યું રાહુલ જવાબદારીઓથી ભાગી ગયા, અલ્વીએ ખુર્શીદ પર નિશાન સાધ્યું

નવી દિલ્હી: કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યાં બાદ રાહુલ ગાંધીને લઇને હવે કોંગ્રેસના જ નેતાઓ નવા નવા નિવેદનો કરી રહ્યાં છે, પાર્ટીના સિનીયર નેતા સલમાન ખુર્શીદે કહ્યું છે કે અમારો આગ્રહ હતો તેમ છંતા રાહુલ ગાંધી પદ છોડીને જવાબદારીઓથી ભાગી ગયા છે, કહ્યું કે પાર્ટીની આવી સ્થિતિ દુર્ભાગણ્યપૂર્ણ છે, કદાચ રાહુલ ગાંધીએ કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું ન આપ્યું હોત તો આજે અમે ચૂંટણીઓમાં હારના કારણોની પુરી સમીક્ષા કરી લીધી હોત.તેમને કહ્યું રાહુલના ગયા પછી પાર્ટીમાં ખાલીપો લાગી રહ્યો છે અને કોંગ્રેસ પાર્ટીના અસ્તિત્વ પર જ સવાલ ઉભા થયા છે.

સલમાન ખુર્શીદના નિવેદન બાદ કોંગ્રેસમાં ધમાસાણ મચી ગયું છે, પાર્ટીના સિનીયર નેતા રાશિદ અલ્વીએ ખુર્શીદ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસમાં કેટલાક નેતાઓને કારણે પાર્ટી બદનામ થઇ રહી છે, પાર્ટીમાં જ કેટલાક એવા નેતાઓ છે કે જેઓ પાર્ટીને નુકસાન કરી રહ્યાં છે,ત્યારે આ મામલે કોંગ્રેસમાં રાજનીતિ તેજ થઇ છે, હજુ કેટલાક સિનીયર નેતાઓ નિવેદનબાજી કરશે તો વિવાદ વધુ મોટો થશે.

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch