Fri,26 April 2024,5:19 am
Print
header

સંસદમાં બોલવાનો મારો અધિકાર છે, આશા છે કે મને બોલવા દેવામાં આવશેઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લંડનમાં પોતાના નિવેદનને લઈને વિવાદ વિશે વાત કરી હતી, તેમને વિદેશમાં જઇને અનેક બાબતે ભારતની જ ટીકા કરી હતી. આ નિવેદનો પર સંસદમાં તેમનો જોરદાર વિરોધ થયો હતો અને હંગામો થયો હતો, જે બાદ કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. આ અંગે વાત કરતા રાહુલે કહ્યું કે સંસદમાં બોલવાનો મારો અધિકાર છે, આશા છે કે કાલે મને બોલવા દેવામાં આવશે. 

મોદી સરકાર ગૃહમાં વિપક્ષના કોઈપણ વિચાર પર ચર્ચાની મંજૂરી આપતી નથી. ઘણી વખત હું સંસદમાં બોલવા ઊભો થયો છું ત્યારે મારું માઈક બંધ થઈ જાય છે. આજે મેં સ્પીકરને કહ્યું કે હું સંસદમાં બોલવા માંગુ છું. સરકારના ચાર મંત્રીઓએ મારા પર આરોપ લગાવ્યાં છે, તેથી મને પણ ખુલાસો કરવાનો અધિકાર છે. આશા રાખું છું કે આવતીકાલે મને બોલવા દેવાશે. મેં વડાપ્રધાન અને અદાણીજી વિશે જે કહ્યું તે સંપૂર્ણપણે ખુલ્લું પડી ગયું છે.

લંડનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનો અને વિરોધ પક્ષો દ્વારા અદાણી-હિંડનબર્ગ કેસની સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ની તપાસની માંગને લઈને સંસદમાં હોબાળો થયો હતો. સંસદના બંને ગૃહોની કાર્યવાહી ગુરુવારે સતત ચોથા દિવસે પણ ખોરવાઇ હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch