Sat,20 April 2024,3:33 am
Print
header

કાશ્મીરી પંડિતો પર ફરી રાજનીતિ, રાહુલ ગાંધીએ વડાપ્રધાનને પત્ર લખીને કરી આ માંગ

નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કાશ્મીરી પંડિતોની સુરક્ષાને લઈને પત્ર લખ્યો છે. તેમણે પોતાના પત્રમાં પીએમ મોદીને કાશ્મીરી પંડિતોની ચિંતાઓ દૂર કરવા માટે માંગ કરી છે, સાથે જ કહ્યું છે કે કાશ્મીર ઘાટીમાં કામ કરવા માટે તેમના પર દબાણ ન કરાય, તેમણે વડાપ્રધાનને પત્ર લખીને એવો પણ દાવો કર્યો છે કે કાશ્મીરી પંડિતો પ્રત્યે જમ્મુ-કાશ્મીર તંત્રનું વલણ અસંવેદનશીલ છે. 

ખીણમાં ભય અને નિરાશાનું વાતાવરણ

રાહુલ ગાંધીએ જણાવ્યું કે આતંકવાદીઓ દ્વારા તાજેતરમાં કાશ્મીરી પંડિતો અને અન્ય લોકોની હત્યાથી ખીણમાં ભય અને નિરાશાનું વાતાવરણ છે. પ્રધાનમંત્રી કાશ્મીરી પંડિતોનું એક પ્રતિનિધિમંડળ સમગ્ર ભારતને પ્રેમ અને એકતા સાથે જોડવા માટે ચાલી રહેલી ભારત જોડો યાત્રાનાં જમ્મુ સ્ટોપ પર મને મળ્યું હતું.સરકારી અધિકારીઓએ તેમને કાશ્મીર ખીણમાં કામ કરવા પર દબાણ કર્યું હતું.

આ સંજોગોમાં ખીણમાં કામ પર જવા માટે દબાણ કરવું એ એક ક્રૂર પગલું છે. જ્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી સરકાર આ કાશ્મીરી પંડિતો પાસેથી અન્ય વહીવટી અને જાહેર સુવિધાના કામોમાં સેવાઓ લઈ શકે છે.કાશ્મીરી પંડિતો તેમની સલામતી અને પારિવારિક ચિંતાઓ માટે બૂમો પાડી રહ્યાં છે, તેઓ આજે સરકાર પાસેથી સહાનુભૂતિ અને તેમની માલિકીની અપેક્ષા રાખે છે. ત્યારે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાજીએ તેમના માટે જે "ભિખારી" જેવા શબ્દોનો ઉપયોગ કર્યો છે તે બેજવાબદાર છે. 

મેં મારા કાશ્મીરી પંડિત ભાઈઓ અને બહેનોને ખાતરી આપી છે કે હું તેમની ચિંતાઓ અને માંગણીઓ તમારા સુધી પહોંચાડવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરીશ. હું આશા રાખું છું કે જેવી તમને આ માહિતી મળશે, તમે આ અંગે યોગ્ય પગલાં લેશો. અગાઉ ભાજપે અનેક વખત કાશ્મીરી પંડિતોને લઇને રાજનીતિ કરી છે હવે કોંગ્રેસે પણ આ મુદ્દે ઝંપલાવ્યું છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch