Fri,19 April 2024,9:32 am
Print
header

રાહુલ ગાંધીનો સવાલ, ગાંધી-સરદારની ભૂમિ પર દારૂ માફિયાઓને કોનું પીઠબળ મળે છે ? Gujarat Post

રાહુલે ભાજપ પર કર્યા પ્રહારો

ગુજરાતમાં દારૂબંધીના ઉડ્યાં ધજાગરા 

નવી દિલ્હીઃ ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની જ છે, ઠેર ઠેર દારૂ વેચાઇ રહ્યો છે અને લઠ્ઠાકાંડ જવી ઘટનાઓમાં લોકો મરી રહ્યાં છે, બરવાળામામાં લઠ્ઠો પીવાથી 58 લોકોનાં મોત થઇ ગયા છે. આ મામલે હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપની કામગીરી સામે સવાલ કર્યાં છે, રાહુલે કહ્યું કે ગાંધીજી અને સરદારની ભૂમિ પર દારૂ માફિયાઓને કોનું પીઠબળ મળી રહ્યું છે ? 

58 લોકોનાં મોત પછી ભાજપ સરકારની કામગીરી સામે સવાલ ઉભા થઇ રહ્યાં છે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે સરકારની ઝાટકણી કાઢી છે, આપ નેતા અરવિંદ કેજરીવાલે પણ પીડિતોની મુલાકાત કરી હતી અને હવે રાહુલ ગાંધીએ ગુજરાત સરકારની કામગીરીની નીંદા કરી છે.

બીજી તરફ ગુજરાત સરકાર આ લઠ્ઠાકાંડ ન હોવાનું કહીને પોતાનો લૂલો બચાવ કરી રહી છે, માત્ર પોલીસકર્મીઓને સસ્પેન્ડ અને બદલીઓ કરીને જ સંતોષ માની રહી હોય તેમ લાગી રહ્યું છે કારણ કે હજુ રાજ્યમાં અનેક જગ્યાએ દેશી દારૂના અડ્ડા ચાલી રહ્યાં છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch