Fri,19 April 2024,11:24 pm
Print
header

રાહુલના નિશાને ફરીથી PM મોદી, નોટબંધી, જીએસટી, કોરોના પર હાવર્ડ કેસ સ્ટડી કરે તેવા વિષય

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એક વખત ભાજપ સરકાર અને પીએમ મોદી પર નિશાન સાધ્યું છે, રાહુલે ટ્વીટ કરીને મોદી સરકારને કોરોનાની સ્થિતીમાં નિષ્ફળ સરકાર ગણાવી છે, સાથે જ તેમને નોટબંધી અને જીએસટી સહિતનાં નિષ્ફળ વિષયોને હાવર્ડ માટે કેસ સ્ટડીના વિષય ગણાવ્યાં છે. 

બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે રાહુલ ચીન મામલે આપણા સૈનિકોની શહાદત પર સવાલ ઉભા કરીને તેમનું અપમાન કરી રહ્યાં છે. ગાંધી પરિવારના આ રાજવંશને દેશ ક્યારેય સ્વીકારશે નહીં, કોંગ્રસમાં ગાંધી પરિવાર કરતા સક્ષમ નેતાઓ છે, પરંતુ આ રાજવંશ કોઇ સક્ષમ નેતાને આગળ વધવા દેતો નથી, નોંધનિય છે કે રાહુલે ચીન સાથેના ઘર્ષણ મામલે પણ મોદી સરકારની કામગીરી પર સવાલ ઉઠાવ્યાં હતા.

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch