Thu,25 April 2024,1:12 pm
Print
header

રાહુલ ગાંધી બેંગકોક ગયાની વાત ખોટી ? કોંગ્રેસે કહ્યું કમ્બોડિયામાં ધ્યાન શિબિરમાં ભાગ લેવા પહોંચ્યાં

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લઇને સોશિયલ મીડિયામાં જે સમાચારો વાઇરલ થઇ રહ્યાં છે, તેના પર કોંગ્રેસે સ્પષ્ટતા કરી છે, રાહુલ હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા બેંગકોક જતા રહ્યાં હોવાની માત્ર અફવા છે, કોંગ્રેસે કહ્યું છે કે રાહુલ ગાંધી કમ્બોડિયામાં ધ્યાન શિબિરમાં ભાગ લેવા ગયા છે અને તેઓ અહી પાંચ દિવસ રોકાશે. અગાઉ પણ તેઓ શિબિરમાં ભાગ લેવા અહી ગયા હતા, રાહુલ ભારત પરત આવીને બે રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરશે, તેઓ મહારાષ્ટ્ર અને હરિયાણામાં અનેક રેલીઓ-સભાઓ કરીને કોંગ્રેસનો પ્રચાર કરશે.

બીજી તરફ ભાજપના નેતાઓ કહી રહ્યાં છે કે રાહુલ ચૂંટણી પહેલા જ બેંગકોક જતા રહ્યાં છે, સોશિયલ મીડિયામા મજાક પણ ઉડી રહી છે કે લોકો બેંગકોક કેમ જાય છે, ભાજપ ના કેટલાક નેતાઓએ ટ્વીટ કરીને કટાક્ષ કર્યો છે કે બે રાજ્યોમાં ચૂંટણી છે અને રાહુલ તેની ચિંતા કર્યા વગર ફરવા જતા રહ્યાં છે, જો કે કોંગ્રેસે વિરોધીઓના બધા આક્ષેપ ફગાવી દીધા છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch