Sat,20 April 2024,6:49 pm
Print
header

બ્લડ સુગરને કંટ્રોલ કરવા માટે મૂળાનાં પાન એક ઉત્તમ ઉપાય, તેનું આ રીતે કરો સેવન

મૂળાનું સેવન સૂપ, સલાડ, શાક વગેરે સ્વરૂપે કરવામાં આવે છે. પણ શું તમે ક્યારે મૂળાના પાનનું સેવન કર્યું છે ખરૂં ? જો તેનું સેવન ન કર્યું તો આજથી જ ખાવાનું શરૂ કરી દો. કારણ કે તે તમારા બ્લડ શુગરને કંટ્રોલમાં રાખવાની સાથે તમને ઘણી બીમારીઓથી પણ બચાવશે.

મૂળાના પાનમાં આયર્ન, કેલ્શિયમ, ફોલિક એસિડ, વિટામિન સી, ફોસ્ફરસ હોય છે, જે શરીરમાં શ્વેત કોષોને વધારે છે, ઘણી બીમારીઓ સામે રક્ષણ આપે છે. આ સાથે, મૂળામાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, જેને કારણે તેને ખાવાથી લોહીમાં શુગરના સ્તર પર અસર થતી નથી. તે લોહીમાં ખાંડના શોષણને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.

1. તમે સલાડના રૂપમાં મૂળાના પાનનું સેવન કરી શકો છો.

2. તમે મૂળાના પાનને પાલકની જેમ થોડું ઉકાળીને, થોડું સિંધવ મીઠું, લીંબુ વગેરે ઉમેરીને ખાઈ શકો છો.

3. તમે સવારે ખાલી પેટે મૂળાના પાનનો રસ પી શકો છો.

4. મૂળાના પાનનું શાક તરીકે સેવન કરી શકાય છે.

5. પાંદડા સિવાય મૂળાને સલાડના રૂપમાં પણ ખાઈ શકાય છે.

6. જો તમને ડાયાબિટીસ છે, તો તમે તમારા આહારમાં અડધો કપ મૂળાનો સમાવેશ કરી શકો છો.

7. તમે મૂળાને સૂપ, કાકડી-મૂળાના સલાડ અથવા જ્યુસના રૂપમાં ખાઈ શકો છો. તેનાથી બ્લડ શુગર પણ કંટ્રોલમાં રહેશે.

(આ માહિતી તબીબી અહેવાલોને આધારે છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ સંબંધિત રોગ વિશે વધુ વિગતો માટે તમારા ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે)

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar