Fri,19 April 2024,1:47 pm
Print
header

આજે મહારાણી એલિઝાબેથના અંતિમ સંસ્કાર, કિંગ ચાર્લ્સે શ્રદ્ધાંજલિ આપવા આવેલા વિશ્વના નેતાઓનું કર્યું સ્વાગત- Gujarat Post

ભારતના રાષ્ટ્રપતિ પણ પહોંચ્યાં લંડન

લંડનઃ મહારાણી એલિઝાબેથ દ્વિતીયના આજે અંતિમ સંસ્કાર થવાના છે.આ પહેલા કિંગ ચાર્લ્સ ત્રીજાએ રવિવારે બકિંગહામ પેલેસમાં વિશ્વના નેતાઓનું સ્વાગત કર્યું હતું.અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન ત્યાં હાજર હતા, તેમણે દિવંગત મહારાણીને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી. જો બાઇડને લંડનના વેસ્ટમિંસ્ટર હોલમાં બ્રિટીશ ધ્વજમાં લપેટાયેલી શબપેટી તરફ ઉભા રહીને શ્રદ્ધાંજલિ આપી હતી.

અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડને કહ્યું કે 96 વર્ષની વયે 8 સપ્ટેમ્બરે મૃત્યું પામેલા મહારાણીએ 70 વર્ષ સુધી સેવાની કલ્પનાનું અનોખું ઉદાહરણ આપ્યું હતું. મહારાણી એલિઝાબેથ દ્વિતીયએ  તેમની માતાની યાદ અપાવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને બકિંગહામ પેલેસ માટે રવાના થતા પહેલા આ ટિપ્પણી કરી હતી.

બાઈડને શોક પુસ્તક પર હસ્તાક્ષર કર્યાં બાદ કહ્યું કે, ઈંગ્લેન્ડના તમામ લોકો, યુનાઇટેડ કિંગડમના તમામ લોકો, હવે અમારું હૃદય આપણા બધાથી અલગ થઈ રહ્યું છે, તમે ભાગ્યશાળી છો કે 70 વર્ષથી તમે આ  સાનિધ્યમાં હતા,અમને બધાને તેમનો પ્રેમ મળ્યો કારણ કે વિશ્વ તેમના માટે વધુ સારું હતું. ત્યાર બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ બકિંગહામ પેલેસ ગયા હતા, જ્યાં કિંગ ચાર્લ્સે જાપાનના સમ્રાટ નારુહિતોથી માંડીને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સુધીના ડઝનબંધ નેતાઓનું સ્વાગત કર્યું હતું, જેઓ રાણીના અંતિમ સંસ્કારમાં ભાગ લેવા આવ્યાં છે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પણ મહારાણીને શ્રદ્ધાંજલી આપવા અહીં પહોંચ્યાં છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch