Fri,19 April 2024,7:47 am
Print
header

બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્રીતીયના પતિ પ્રિન્સ ફિલિપનું અવસાન, 99 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

બ્રિટનઃ મહારાણી એલિઝાબેથ દ્રીતીયના પતિ પ્રિન્સ ફિલિપને તાજેતરમાં જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા, બકિંગહામ પેલેસના અધિકારીઓએ આજે જણાવ્યું હતું કે મહારાણી એલિઝાબેથ બીજાના પતિ પ્રિન્સ ફિલિપનું અવસાન થયું છે. ફિલિપ આ વર્ષની શરૂઆત થઈ ત્યારથી એક મહિના સુધી હોસ્પિટલમાં હતા અને 16 માર્ચના રોજ વિન્ડસોર કેસ્ટલ પરત ફર્યાં હતા. તેમને રોયલ ફેમિલી દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં સફળ હાર્ટ સર્જરી કરાઈ હતી, ખૂબ જ દુ:ખ સાથે મહારાણીએ જાહેરાત કરી હતી કે તેમના પતિ અને ડ્યુક ઓફ એડિનબર્ગ પ્રિન્સ ફિલિપ હવે આ દુનિયામાં નથી રહ્યા.

ડ્યુક ઓફ એડિનબર્ગ તરીકેની ઓળખ ધરાવતા ફિલિપ અને એલિઝાબેથ બીજાના વર્ષ 1947માં લગ્ન થયા હતા અને મહારાણી એલિઝાબેથ 73 વર્ષ સાથે રહ્યાં હતા. પ્રિન્સના અવસાનને લીધે હાલમાં બ્રિટનમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. તેઓ વર્ષ 2017માં જાહેર જીવનમાંથી નિવૃત થયા હતા, બ્રિટનમાં ત્યાંની ઐતિહાસિક ઇમારતોમાં બ્રિટીશ ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો અને દેશવ્યાપી શોકની જાહેરાત કરવામાં આવી હતી.

બ્રિટનની મહારાણી એલિઝાબેથ બીજાના પતિ પ્રિન્સ ફિલિપને કોરોનાને ચેપ લાગ્યો હતો. પ્રિન્સ ફિલિપને 16 ફેબ્રુઆરીએ લંડનની ખાનગી કિંગ એડવર્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. બાદમાં તેમને હાર્ટ ડિસીઝ માટે સેન્ટ બર્થોલોમેવના હૃદય રોગના વિશેષ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch