Sat,20 April 2024,12:41 pm
Print
header

અમેરિકાઃ મોદીએ બેઠકમાં ચીનનો મુદ્દો પણ ઉઠાવ્યો, અમેરિકાએ પણ આપ્યો સાથ

વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રવાસે ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેનની પ્રથમ વખત રૂબરુ મુલાકાત થઈ હતી. જે બાદ ક્વાડ મીટિંગ થઈ હતી. આ સંગઠનનું ચીન પહેલાથી વિરોધ કરતું આવ્યું છે. ક્વાડ મીટિંગમાં અમેરિકા, ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયાએ અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, સૌથી પહેલા વર્ષ 2004માં ક્વાડ દેશો એકજૂટ થયા હતા. ત્યારે સુનામીનો સામનો કરવા દરેક પ્રકારની મદદ કરવામાં આવી હતી. હાલ સમગ્ર વિશ્વ કોરોના સામે લડી રહ્યું છે ત્યારે ફરી વિશ્વના ભલા માટે ક્વાડ સક્રિય થયું છે. મોદીએ આ દરમિયાન ચીનનો મુદ્દો ઉઠાવી જણાવ્યું, ક્વાડ દેશોએ હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં સાથે મળીને કામ કરવું પડશે.અમે તમને જણાવી દઇએ કે આ ક્ષેત્રોમાં ચીનની દાદાગીરી વધી રહી છે.

બાઇડેને કહ્યું પીએમ મોરીસન, પીએમ મોદી અને પીએમ સુગાનું હું વ્હાઇટ હાઉસમાં સ્વાગત કરું છું. આ સંગઠનમાં માત્ર એવા લોકતાંત્રિક દેશો રાખવામાં આવ્યા છે, જે સમગ્ર વિશ્વ માટે સારી ભાવના ધરાવે છે. ભવિષ્યને લઈ આ દેશોનું એક વિઝન છે. તમામ સાથે મળીને આવનારા પડકારનો સામનો કરવા તૈયાર છે.

બેઠકમાં ક્વાડ દેશોએ અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ પર વિસ્તૃત ચર્ચા કરી હતી અને તાલિબાનને કડક સંદેશ આપ્યો હતો. ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખી ચાઇનીઝ એપ પર ભારત, અમેરિકાએ લગાવેલા પ્રતિબંધોની પણ ચર્ચા કરી હતી. નોંધનિય છે કે કોરોના વાઇરસ ચીનમાંથી વિશ્વમાં ફેલાયો છે આ વાત ચીન માની રહ્યું નથી, જેથી અમેરિકા, ભારત, બ્રિટન સહિત વિશ્વના અનેક દેશો ચીન સામે નારાજ છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch