Sat,20 April 2024,1:52 am
Print
header

કોણ છે આફિયા સિદ્દીકી ? તેને છોડાવવા માટે આતંકીઓએ અમેરિકામાં લોકોને બનાવ્યાં બંધક- Gujarat Post

ચારેય બંધકોને સલામત રીતે છોડાવી લેવાયા છેઃ પોલીસ

ટેક્સાસઃ અમેરિકાના ટેક્સાસમાં પાકિસ્તાની આતંકવાદીઓએ યહૂદી ચર્ચ પર હુમલો કરીને ચાર લોકોને બંધક બનાવ્યાં હતા. આ યહૂદીઓના છોડવાના બદલામાં આતંકીએ આફિયા સિદ્દીકીને મુક્ત કરવાની માંગ કરી હતી. જો કે પોલીસે આતંકીને ઠાર કરીને ચારેય નાગરિકોને છોડાવી લીધા છે.આફિયાની અમેરિકી સૈન્ય અધિકારીઓ વિરુદ્ધ કાવતરું ઘડવા અને તેમના પર ઘાતક હુમલા કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ન્યૂયોર્ક કોર્ટના ચુકાદા બાદ તેને 86 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી, હાલમાં તે  અમેરિકાની જેલમાં બંધ છે.

કોણ છે આફિયા સિદ્દીકી ?

આફિયા સિદ્દીકી... આતંકની દુનિયાનું  મોટું નામ છે, જેનાથી અનેક સરકારો ધ્રૂજે છે. ખતરનાક આતંકવાદી તરીકે ઓળખાતી આફિયાને લેડી અલ કાયદા તરીકે પણ ઓળખવામાં આવે છે. પાકિસ્તાની નાગરિક અને વ્યવસાયે ન્યુરોસાયન્ટિસ્ટ આફિયાએ એક સમયે એફબીઆઈના નાકે દમ લગાવી દીધો હતો. સિદ્દીકીએ મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી ન્યુરોસાયન્સમાં પીએચડી કર્યું છે.

શા માટે તેને લેડી અલ કાયદા કહેવામાં આવે છે ?

આફિયાનું બીજું નામ લેડી અલ કાયદા છે. આફિયા પર અલકાયદા સાથે સંબંધ હોવાનો આરોપ છે. મોટી આતંકવાદી ઘટનાઓ પાછળ તેનો હાથ છે.તેના પર અફઘાનિસ્તાનમાં અમેરિકી ગુપ્તચર એજન્ટો, સૈનિકો અને અમેરિકામાં રહેતા પાકિસ્તાનના પૂર્વ રાજદૂત હુસૈન હક્કાનીની હત્યા કરવાનો આરોપ છે. આ સિવાય આફિયા 2011માં મેગોટ કાંડની પણ મુખ્ય કાવતરાખોર હતી.

આફિયાનું નામ પહેલીવાર ક્યારે આવ્યું ?

આફિયા સિદ્દીકીનું નામ દુનિયામાં સૌથી પહેલા ત્યારે આવ્યું જ્યારે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે ડીલ થઈ છે.જેમાં પાકિસ્તાને ડો. શકીલ અહેમદને બદલે આફિયા સિદ્દીકીને પરત લાવવાની માંગ કરી છે. ડૉ. શકીલ અહેમદે અમેરિકી ગુપ્તચર એજન્સીઓને અલ-કાયદાના ઓસામા બિન લાદેનને મારવામાં મદદ કરી હતી. આતંકવાદી ખાલિદ શેખ મોહમંદે એફબીઆઈને તેના વિશે જણાવ્યું ત્યારે આફિયાનું નામ આતંકની દુનિયામાં પ્રથમ વખત ઉમેરાયું હતું.

જેલમાં હતી ત્યારે એફબીઆઈ અધિકારીની હત્યા કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું આફિયા એક ખતકનાક આતંકવાદી છે, 2003 માં આફિયાનું નામ પહેલીવાર સામે આવ્યાં બાદ તેની અફઘાનિસ્તાનમાં ધરપકડ કરવામાં આવી હતી. જેલમાં રહીને તેણ અમેરિકન અધિકારીઓને મારવાનું કાવતરું ઘડ્યું. આ વાતની જાણ થતાં જ આફિયાને યુએસ જેલમાં મોકલી દેવામાં આવી હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch