નવી દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજે નવી દિલ્હી પહોંચશે, તેમની સાથે તેમના સૌથી મોટા મંત્રીમંડળનો પણ સમાવેશ થશે. નવી દિલ્હી પહોંચ્યાના થોડા સમય પછી તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરશે, જ્યાં તેમના સન્માનમાં રાત્રિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. આ મુલાકાત ઘણી લાંબી રહેવાની અપેક્ષા છે.
પુતિનની નવી દિલ્હી મુલાકાત પર દુનિયા નજર રાખી રહી છે
મોદી અને પુતિનના નેતૃત્વમાં 23મી ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન શુક્રવારે યોજાવાનું છે. એવા સમયે જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ રશિયા પાસેથી તેલ ખરીદવાને લઈને ભારત પર રાજદ્વારી અને આર્થિક દબાણ લાવી રહ્યું છે, ત્યારે આખી દુનિયા રાષ્ટ્રપતિ પુતિનની નવી દિલ્હી મુલાકાત પર નજર રાખી રહી છે.
પુતિનની મુલાકાત પહેલા, ભારતીય વિદેશ મંત્રાલય અને રશિયન રાષ્ટ્રપતિ કહ્યું છે કે આ વખતે બંને દેશો માટે આર્થિક અને વ્યાપારિક મુદ્દાઓ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. રાષ્ટ્રપતિ પુતિનના મંત્રીમંડળના તમામ આર્થિક વિભાગોના મંત્રીઓ તેમની સાથે નવી દિલ્હી આવી રહ્યા છે.
પુતિનનું મોટું મંત્રીમંડળ પણ ભારતની મુલાકાતે
જેમાં આર્થિક વિકાસ મંત્રી મેક્સિમ રેશેટનિકોવ, નાયબ વેપાર અને ઉદ્યોગ મંત્રી એલેક્સી ગ્રુઝદેવ, કૃષિ મંત્રી ઓક્સાના લુટ અને ડિજિટલ કોમ્યુનિકેશન મંત્રી સર્ગેઈ કુશ્ચેવનો સમાવેશ થાય છે. આરોગ્ય પ્રધાન મિખાઇલ મુરાશ્કો, વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવ અને સંરક્ષણ પ્રધાન આન્દ્રે બેલોસોવ પણ હાજરી આપી રહ્યા છે. તાજેતરના વર્ષોમાં વિદેશ પ્રવાસ કરનાર રશિયન સરકારનું આ સૌથી મોટું પ્રતિનિધિમંડળ છે.
75 કંપનીઓના વરિષ્ઠ અધિકારીઓ પહોંચ્યાં
વ્યાપારિક સંબંધોને નવી દિશા આપવાની તૈયારીઓ એ વાત પરથી પણ સ્પષ્ટ થાય છે કે પુતિનની ભારત મુલાકાતના એક દિવસ પહેલા, 75 મોટી રશિયન કંપનીઓના વડાઓ અથવા વરિષ્ઠ અધિકારીઓ નવી દિલ્હી પહોંચ્યા હતા. શુક્રવારે બપોરે પુતિન અને મોદી દરેક દેશની 75 મોટી કંપનીઓના ટોચના અધિકારીઓ સાથે સંયુક્ત બેઠક કરશે.
ભારતનું ધ્યાન વેપાર ખાધને પૂર્ણ કરવા પર છે
રશિયા રિટેલ, માહિતી ટેકનોલોજી અને ટેકનોલોજી ક્ષેત્રોમાં ભારતીય કંપનીઓને ત્યાં પ્લાન્ટ સ્થાપવા માટે પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જ્યારે ભારતીય પક્ષ ઇચ્છે છે કે રશિયા ભારતમાંથી વધુ ઉત્પાદનો અને સેવાઓ આયાત કરે, જેથી વ્યવસાયિક નુકસાનને આવરી શકાય.
વર્ષ 2024-25માં ભારત અને રશિયા વચ્ચે 68 અબજ ડોલરનો વેપાર થયો હતો, પરંતુ આમાં ભારતનો નિકાસ માત્ર 5 અબજ ડોલરની રહ્યો હતો. છેલ્લા પખવાડિયામાં રશિયાએ ભારતમાંથી બટાકા, દાડમ અને દરિયાઈ માછલીની આયાત શરૂ કરી છે, પરંતુ આનાથી વેપાર ખાધ પૂરી થઈ શકતી નથી.
સંરક્ષણ સંબંધો પર પણ ચર્ચા થશે
મોદી અને પુતિન સંરક્ષણ સંબંધો સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે, હાલમાં કોઈપણ ખરીદી પર કરાર થવાની શક્યતા ઓછી છે. ભારતના સંરક્ષણ સાધનોમાં રશિયાનો હિસ્સો ઝડપથી ઘટી રહ્યો છે, પરંતુ તે હજુ પણ 36 ટકા છે. જોકે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ શુક્રવારે પુતિનના સ્વાગત માટે રાત્રિભોજનનું આયોજન કરી રહ્યાં છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
અરવલ્લીઃ બાયડના ચોઇલા ગામે પતંગની દોરીથી ગળું કપાતા 17 વર્ષીય તરુણનું મોત | 2026-01-14 14:21:20
દિલ્હીમાં ભાજપના દિગ્ગજ નેતા રવિશંકર પ્રસાદના નિવાસસ્થાને આગ, જુઓ વીડિયો | 2026-01-14 09:51:41
ગુજરાતમાં IAS કેડરમાં બે અધિકારીઓની બઢતી અને નિમણૂંક - Gujarat Post | 2026-01-14 09:44:46
ઈરાનમાં વિરોધ પ્રદર્શન લોહીયાળ બન્યું: બે સપ્તાહમાં 2000 લોકોનાં મોત, સરકારે પ્રથમવાર આંકડો સ્વીકાર્યો | 2026-01-13 18:19:56
સુરતમાં મહિલા સાથેના સંબંધોમાં બિલ્ડરની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, વકીલ સહિત 3 લોકોની ધરપકડ | 2026-01-13 18:01:18
Fact Check: ઈરાન હિંસામાં 6 ભારતીય નાગરિકોની ધરપકડની વાતમાં સામે આવ્યું સત્ય, જાણો- રાજદૂતે શું કહ્યું ? | 2026-01-12 14:19:38
સીરિયામાં ISIS પર અમેરિકાનો મોટો હુમલો, ડઝનબંધ ઠેકાણાઓનો નાશ કર્યો | 2026-01-11 09:54:10
અમેરિકાના 500 ટકા ટેરિફની ધમકી પર ભારતનો જડબાતોડ જવાબ:અમે અમારી નીતિ બદલીશું નહીં | 2026-01-09 20:02:44
અમેરિકાના સોલ્ટ લેક સિટીમાં ચર્ચના પાર્કિંગમાં ગોળીબાર, 2 લોકોના મોત અને 6 ઘાયલ થયા | 2026-01-08 16:01:10
અંબરનાથ ચૂંટણીમાં મોટો ખોલ, વ્હીપ વિરુદ્ધ જઈને અજિત જૂથે ભાજપના વિરોધમાં કર્યું વોટિંગ | 2026-01-12 18:47:18
અયોધ્યામાં રામ મંદિર અને પંચકોસી પરિક્રમા માર્ગમાં નોન-વેજની ઓનલાઈન ડિલિવરી પર પ્રતિબંધ | 2026-01-09 19:24:55
રેલવેમાં સરકારી નોકરીની સુવર્ણ તક: 312 જગ્યાઓ માટે ભરતી જાહેર, જાણો લાયકાત અને પગાર - Gujarat Post | 2026-01-09 19:13:14
દિલ્હી- એનસીઆરમાં ભારે ઠંડી વચ્ચે કમોસમી વરસાદ | 2026-01-09 08:54:54
ડ્રગ્સ માફિયાઓ સામે ઓપરેશન, ગુજરાત પોલીસે જાહેર કર્યો ખાસ વોટ્સએપ નંબર- Gujarat Post | 2026-01-13 17:52:03