Sat,20 April 2024,5:23 pm
Print
header

પંજાબમાં કેપ્ટન અમરિંદર સિંહ સામે બળવાના એંધાણ, કેટલાક મંત્રીઓ-ધારાસભ્યો સોનિયા ગાંધીને મળવા પહોંચ્યાં

નવી દિલ્હી: પહેલા નવજોતસિંહ સિદ્ધુને પંજાબના કોંગ્રેસ અધ્યક્ષ બનાવીને મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહનું કદ ઓછું કરવાના પ્રયાસ કરાયા હતા, કેપ્ટન સામે બળવાના એંધાણ દેખાયા છે.ત્રણ મંત્રીઓ અને 20 કોંગ્રેસના ધારાસભ્યો કેપ્ટન સરકારના ગ્રામીણ વિકાસ મંત્રી તૃપ્ત રાજિંદર બાજવાના ઘરે મળ્યાં છે બાદમાં  કેપ્ટન સામે કોંગ્રેસનું ગ્રૃપ સોનિયા ગાંધીને મળવા દિલ્હી ગયા છે. કેબિનેટ મંત્રી સુખજિંદર રંધાવા, સુખબિંદર સરકારરિયા, તૃપ્તરજિંદર બાજવા, ચરનજીત ચન્ની અને મહાસચિવ પરગટસિંહ બળવો કરી રહ્યાંના અહેવાલ સામે આવ્યાં છે એવા પણ  સમાચાર છે કે કેપ્ટનની ખુરશી ગબડાવવા પાંચથી સાત મંત્રીઓ રાજીનામા આપી શકે છે. બેઠક બાદ તૃપ્ત રાજિંદર બાજવા કહ્યું કે સીએમ સાહેબ કોંગ્રેસને વિભાજીત કરવા માંગે છે, તેથી હું અને અમે બધા ઇચ્છીએ છીએ કે સીએમ બદલાય, નહીં તો કોંગ્રેસ ટકી શકશે નહીં. બાજવાએ કહ્યું કે અમારો અવાજ ઉઠાવવા માટે અમે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા જઈ રહ્યાં છીએ.

તૃપ્ત રાજિંદર બાજવા ઉપરાંત મંત્રી સુખવિંદર રંધાવા અને ચરણજીત સિંહ ચન્ની પણ બેઠકમાં હાજર હતા, તેઓએ કેપ્ટનની કામગીરી પર સવાલ ઉઠાવ્યાં છે. આ લોકોએ કહ્યું છે કે કેપ્ટનના નેતૃત્વ પર વિશ્વાસ ન કરી શકાય. મંત્રી ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું કે ઘણા ચૂંટણી વચનો હજુ અધૂરા છે. દારૂ, રેતી અને કેબલ માફિયા હજુ પણ એક્ટીવ છે. અમે આ મુદ્દાઓ પર મળવા માટે જઇ રહ્યાં છીએ.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch