Thu,25 April 2024,7:27 pm
Print
header

સોનિયા ગાંધીના વિશ્વાસુ અંબિકા સોની બની શકે છે પંજાબના નવા સીએમ, થોડીવારમાં થશે જાહેરાત

નવી દિલ્હીઃ પંજાબમાં કેપ્ટન અમરિંદર સિંહે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દેવું પડ્યું છે. અમરિંદર સિહંના રાજીનામા બાદ આગામી મુખ્યમંત્રી કોણ હશે તેને લઈ અટકળો થઇ રહી છે.જેમાં રાહુલ ગાંધીના નજીક ગણાતા સુનીલ જાખડનું નામ પણ છે. તેની સાથે અંબિકા સોનીનું નામ પણ સામે આવ્યું છે, અંબિકા સોની સોનિયા ગાંધીના નજીકના છે. નવજોત સિદ્ધુનું નામ પણ ચર્ચામાં છે.

એક રિપોર્ટ મુજબ અંબિકા સોનીનું નામ મુખ્યમંત્રી તરીકે ફાઈનલ થઈ ગયું છે. તેઓ પંજાબથી સાંસદ છે. સોનિયા ગાંધીના સલાહકાર પણ રહ્યાં છે. શનિવારે રાત્રે દિલ્હીમાં થયેલી બેઠકમાં પણ તે હાજર હતા. પંજાબ કોંગ્રેસના તમામ ધારાસભ્યોને પાર્ટી કાર્યાલય પર બોલાવવામાં આવ્યા છે. આજે 11 વાગ્યે વિધાયક દળની બેઠક યોજાશે,જેમાં સીએમના નામ પર મહોર લાગશે.

પંજાબમાં કોંગ્રેસ બે ડેપ્યુટી સીએમની ફોર્મૂલા પણ લાગુ કરી શકે છે. પંજાબ વિધાનસભા ચૂંટણીને જોતાં બે ડેપ્યુટી સીએમમાંથી એક દલિત સમુદાય અને એક શીખ સમુદાયમાંથી હોઈ શકે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch