Fri,19 April 2024,6:47 am
Print
header

પંજાબના CM તરીકે ચરણજીતસિંહ ચન્નીએ ગ્રહણ કર્યાં શપથ, કેપ્ટન અમરિંદરસિંહની ગેરહાજરી

ચંદીગઢઃ પંજાબના મુખ્યમંત્રી તરીકે દલિત નેતા ચરણજીત સિંહ ચન્નીએ શપથ ગ્રહણ કરી લીધા છે. નવજોત સિંહ સિદ્ધુ, હરીશ રાવત અને ચન્ની એક જ ગાડીમાં બેસીને રાજભવન પહોંચ્યાં હતા. શપથ ગ્રહણ સમારોહમાં રાહુલ ગાંધી સહિત માત્ર થોડા નેતાઓ જ સામેલ થયા હતા. ચરણજીત સિંહની પછી ઓમ પ્રકાશ સોનીએ ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા હતા.  

પંજાબના મુખ્યમંત્રી તરીકેના શપથ લેતા પહેલા ચરણજીત સિંહ ચન્નીએ ગુરુદ્વારામાં માથું ટકેવ્યું હતું. રૂપનગરના કતલગઢ સાહિબ ગુરુદ્વારમાં તેમણે દર્શન કર્યાં હતા. ચન્ની પંજાબના પ્રથમ દલિત મુખ્યમંત્રી છે. કેપ્ટન અમરિંદર સિંહ શપથ સમારોહમાં સામેલ થયા નહોતા. તેમની હકાલપટ્ટી કરાતા તેઓ હવે કોંગ્રેસનો સાથ છોડી શકે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch