Sat,20 April 2024,6:44 pm
Print
header

પંજાબની રાજનીતિમાં હડકંપ, કોંગ્રેસ હાઇકમાન્ડના દબાણ બાદ કેપ્ટન અમરિંદરસિંહનું મુખ્યપ્રધાન પદેથી રાજીનામું

મારું વારંવાર અપમાન કરાયું છેઃ કેપ્ટન 

ચંદીગઢઃ પંજાબ કૉંગ્રેસમાં મોટો હડકંપ મચી ગયો છે. કૉંગ્રેસ હાઈકમાન્ડના કહેવા પર મુખ્યપ્રધાન પદેથી કેપ્ટન અમરિંદરસિંહે રાજીનામું આપી દીધું છે, કૉંગ્રેસ હાઈકમાન્ડે કેપ્ટન અમરિંદરસિંહને મુખ્યમંત્રી પદ છોડવા માટે દબાણ કર્યું હતુ,વિધાનસભા ચૂંટણી પહેલા જ 60 જેટલા ધારાસભ્યોએ આપમાં જોડાવાની ધમકી આપ્યાં બાદ કેપ્ટને રાજભવન જઇને રાજીનામું આપ્યું છે.

થોડા સમય પહેલા પણ નવજોતસિંહ સિદ્ધુ ગ્રુપ દ્વારા કેપ્ટનનો વિરોધ કરાયો હતો, સિદ્ધુને પંજાબના કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પદે નિમવાના હતા ત્યારે કેપ્ટને તેમનો વિરોધ કર્યો હતો ત્યાર પછી બે જૂથો આમને સામને હતા, હવે કેપ્ટનનું રાજીનામું લઇ લેવાયું છે. બીજી તરફ કેપ્ટને કહ્યું છે કે સોનિયા ગાંધીએ તેમને અનેક વખત દિલ્હી બોલાવ્યાં હતા અને તેમનું વારંવાર અપમાન કર્યું હતુ. હવે તેઓ સમર્થકોને પુછીને આગળનો નિર્ણય કરશે, બીજી તરફ ભાજપના અનેક નેતાઓ તેમના સંપર્કમાં છે. કોંગ્રેસ છોડીને તેઓ કોઇ નવી શરૂઆત કરશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch