Thu,18 April 2024,11:13 am
Print
header

જર્મનીમાં ફ્લાઈટમાંથી ઉતારી દેવામાં આવ્યાં ભગવંત માનને,કોંગ્રેસે કહ્યું આ નેતાજીની એવી હાલત હતી કે...Gujarat Post

ચંડીગઢઃ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ફરી એકવાર વિવાદમાં છે.આ વખતે તેમને જર્મનીના ફ્લાઈટમાંથી ઉતારી દેવાનો મામલો છે.પંજાબ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રતાપ બાજવાએ દાવો કર્યો કે ભગવંત માનની હાલત એવી હતી કે તેઓ ફ્લાઈટમાં બેસવા માટે યોગ્ય ન હતા તેથી તેમને નીચે ઉતારી લેવામાં આવ્યાં હતા, તેમનો સામાન પણ ફ્લાઈટમાંથી હટાવી લેવામાં આવ્યો હતો.

પ્રતાપ બાજવાનો દાવો છે કે તેમણે ફ્લાઈટમાં બેઠેલા કેટલાક અધિકારીઓ સાથે વાત કરી છે. બાજવાએ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા માનને ફ્લાઈટમાંથી ઉતારવાના મામલે તપાસની માંગ કરી છે. 

ખૈરાએ અરવિંદ કેજરીવાલનો જવાબ માંગ્યો 

કોંગ્રેસ નેતા સુખપાલ ખૈરાએ કહ્યું કે,જો આ સમાચાર સાચા છે, તો અરવિંદ કેજરીવાલે જણાવવું જોઈએ કે રાજકારણમાં દારૂડિયાઓને પ્રોત્સાહન આપીને તેમને શું ફરક પડી રહ્યો છે. શું આ તેમનું ભારતમાં પરિવર્તનનું રાજકારણ છે ? ભગવંત માનની જેમ રાજકારણમાં નૈતિકતાની ગરિમા ક્યારેય કોઈ મુખ્યમંત્રીએ ઓછી કરી નથી.  

સુખબીરે કહ્યું, પંજાબીઓને શરમમાં મૂકે છે

શિરોમણી અકાલી દળના વડા સુખબીરસિંહ બાદલે ટ્વીટ કર્યું કે પંજાબના સીએમ ભગવંત માનને લુફથાંસા ફ્લાઇટમાંથી ઉતારવામાં આવ્યાં હતા કારણ કે તેઓ ખૂબ જ નશામાં હતા, તેઓ ઉભા પણ રહી શકતા ન હતા. આ અહેવાલોએ પંજાબીઓને મૂંઝવણમાં મૂક્યા છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch