Tue,16 April 2024,3:51 pm
Print
header

ચંદીગઢ MMS કાંડમાં મોટો ઘટસ્ફોટ, આરોપીઓ યુવતીને બ્લેકમેઇલ કરીને હોસ્ટેલની યુવતીઓના વીડિયો મંગાવતા હતા- Gujarat Post

ચંદીગઢઃ પંજાબની ચંદીગઢ યૂનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં વીડિયો બનાવવા અને લીક કરવાના આરોપમાં ધરપકડ કરાયેલી એક છોકરી સહિત તેના બે સહયોગી છોકરાઓની પૂછપરછ દરમિયાન એક મોટો ખુલાસો થયો છે. બંને આરોપીઓ વીડિયો બનાવનારી યુવતીને બ્લેકમેલ કરી રહ્યાં હતા. હોસ્ટેલમાં રહેતી યુવતીએ આ બંને આરોપીઓને પોતાનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી અને તેઓ અન્ય યુવતીઓના વીડિયો બનાવવાની માંગ કરી રહ્યાં હતા. આરોપી પાસેથી બીજો એક વીડિયો પણ મળી આવ્યો છે.

આરોપી એક ખાસ ગેજેટમાં વીડિયો સેવ કરતો હતો

મોહાલી પોલીસે આરોપી યુવતી અને તેના બે સાથીઓ 31 વર્ષીય રંકજ વર્મા અને 23 વર્ષીય સની મહેતાની શિમલાથી ધરપકડ કરી છે.આ આરોપીઓને જ્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે પોલીસે દાવો કર્યો હતો કે તેઓ આંતરરાષ્ટ્રીય ગેંગ સાથે જોડાયેલા છે.સીયુના વિદ્યાર્થીઓના કેટલાક વધુ વીડિયો બનાવવામાં આવ્યા છે. આરોપી સની એક ખાસ ગેજેટમાં વીડિયો સેવ કરે છે અને તેને શિમલાથી રિકવર કરે છે. આ પછી કોર્ટે યુવતી સહિત ત્રણ આરોપીઓને 7 દિવસના પોલીસ રિમાન્ડ આપ્યાં છે.

મુંબઈ અને ગુજરાત સાથે પણ જોડાયેલા છે તાર

આરોપી યુવતીએ પોતાનો એક વીડિયો બનાવ્યો હતો અને તેને તેના ભાગીદાર સની મહેતાને મોકલ્યો હતો. તેણે આ વીડિયો રંકજ વર્મા સાથે શેર કર્યો હતો, જે બાદ બંનેએ ઓરોપી યુવતી પર દબાણ કરવાનું શરૂ કરી દીધું હતું અને હોસ્ટેલની અન્ય છોકરીઓના વીડિયો બનાવવાની માંગ કરી હતી.આ છોકરાઓના મુંબઈ અને ગુજરાત સાથે સંબંધ છે તેમના મોબાઇલ પર બંને રાજ્યોમાંથી ફોન કોલ્સ આવી રહ્યાં છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch