Sat,20 April 2024,5:26 am
Print
header

પંજાબ ચૂંટણીઃ કેજરીવાલ કાંચીડા કરતા પણ વધારે રંગ બદલે છેઃ સિદ્ધુ- Gujarat Post

(file photo)

  • પંજાબ કોંગ્રેસ સીએમનો ચહેરો નહીં કરે જાહેર 
  • કેજરીવાલે મને આપમાં જોડાવાની ઓફર કરી હતી
  • મોદીની રેલીમાં માત્ર 700 લોકો આવ્યાં હતા એટલે નિષ્ફળતા ઢાંકવા સિક્યોરિટીનો મુદ્દો બનાવાયો

નવી દિલ્હીઃ પંજાબ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ કોંગ્રેસની રણનીતિ અંગે પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુએ મીડિયા સાથે ખાસ વાતચીત કરી હતી.સિદ્ધુએ પંજાબ કોંગ્રેસના મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે તે સવાલના જવાબમાં કહ્યું કે પાર્ટીએ કહ્યું છે અમે મુખ્યમંત્રી પદનો ચહેરો નહીં રજૂ કરીએ તે હાઇકમાન્ડનો નિર્ણય હશે.દરેક આદમીનો એક બોસ હોય છે, દરેકે તેમની વાત સાંભળવી પડતી હોય છે.

સિદ્ધુએ કહ્યું જે વ્યક્તિ તેના બોસની વાત નથી સંભાળતો બાદમાં કોઈ તેની વાત સાંભળતું નથી. કોઈ પાર્ટીએ 70 વર્ષ સુધી દેશ ચલાવ્યો હોય તે અનુભવની વાત હોય છે. ગત વખતે કોંગ્રેસે 15 દિવસ પહેલા પાર્ટીનો ચહેરો જાહેર કર્યો હતા, આ વખતે પણ આમ થઈ શકે છે.

સિદ્ધુએ દિલ્હીના મુખ્યમંત્રી અને આપ કન્વીનર અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધતાં કહ્યું કે તેઓ કાચીંડા કરતાં પણ વધારે રંગ બદલે છે.સાથે જ કહ્યું કે હું બેવડું વલણ રાખતાં લોક પાસે ક્યારેય નથી જતો.

પીએમ સિક્યોરિટી મુદ્દો પંજાબ માટે કોઈ મોટો મુદ્દો ન હોઈ શકે. પંજાબ માટે વધતું દેવું, બેરોજગારી જેવા મુદ્દા બન્યાં હોવાનું તેમનું કહેવું છે. મોદીના કાર્યક્રમમાં 70 હજાર ખુરશીઓ ખાલી હતી, માત્ર 700 લોકો આવ્યાં હોવાનો દાવો કર્યો છે. લોકોનું ધ્યાન ખાલી ખુરશી પર ન જાય અને રેલીની નિષ્ફળતા છુપાવી શકાય તે માટે પીએમ મોદીની સિક્યોરિટીનો મુદ્દો બનાવાઈ રહ્યો હોવાનું કહીને તમને ભાજપ અને મોદી પર નિશાન સાધ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch