Tue,23 April 2024,10:46 pm
Print
header

બેટલ રોયલ ગેમ PUBG Mobileના ચાહકો માટે ખુશખબર, જાણો શું છે માહિતી ?

નવી દિલ્હીઃ PUBG Mobileના ચાહકો માટે મોટા સમાચાર સામે આવ્યાં છે, ભારતમાં PUBG Mobile વાપસીની તૈયારી કરી રહ્યું છે, ચાઇનીઝ કનેક્શન અને યૂઝર્સના ડેટાની સિક્યોરિટી માટે સરકાર તરફથી 200થી વધુ એપ્સ અને ગેમ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. તેમાં TikTokથી લઈને PUBG Mobile ગેમ પણ સામેલ હતી. હવે સામે આવ્યું છે કે ટેલિકોમ કંપની Airtel ની મદદ લઈને PUBG Mobile ભારતમાં વાપસ આવવાની તૈયારી કરી રહ્યું છે. Entrackr ના રિપોર્ટમાં તેની સાથે જોડાયેલી વિગતો શેર કરવામાં આવી છે. 

કોરોના વાયરસ લૉકડાઉનમાં આ ગેમ ખુબ રમવામાં આવી હતી. ભારતમાં PUBG Mobileને કરોડો લોકોએ ડાઉનલોડ્સ કરી હતી, ખાસ કરીને બેન લાગ્યા બાદ PUBG Mobileને મોટા યૂઝરબેસનું નુકસાન થયું છે, આ કારણ છે કે કંપની એરટેલની સાથે હાથ મિલાવી શકે છે. સૂત્રના જણાવ્યા અનુસાર કહેવામાં આવ્યું છે કે, PUBG Mobile ટેલિકોમ ઓપરેટર એરટેલની સાથે વાતચીત ચાલી રહી છે. તેનાથી સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે PUBG Mobile ગેમ ભારતમાં પરત ફરવાનો દરેક પ્રયાસ કરી રહી છે.

અહેવાલમાં જણાવવામાં આવ્યું કે,  PUBG અને Airtel બંન્ને તરફથી તેના પર કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. હજુ તે સ્પષ્ટ નથી કે PUBG Mobile ભારતમાં Google Play Store કે પછી Apple App Store પર ક્યારે પરત ફરશે. તેના માટે ગેમર્સે લાંબો સમય રાહ જોવી પડી શકે તેમ છે. 

નોંધનીય છે કે PUBG સાઉથ કોરિયાની કંપની છે, ચીનની કંપની Tencentને તેના મોબાઇલ વર્ઝનના ડિસ્ટ્રિબ્યૂશનની જવાબદારી આપી હતી, જે આ ગેમને ચાઇનીઝ કનેક્શન અને ભારતમાં પ્રતિબંધ લાગવાનું કારણ બન્યુ હતું.આ ગેમ બેન થયા બાદ સારા ગ્રાફિક્સ સાથે Call of Duty ઝડપથી પોપ્યુલર થઈ છે. લોન્ચ થયા બાદ પ્રથમ 20 દિવસમાં આ ગેમને 10 કરોડથી વધુ ડાઉનલોડ થઇ હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch