Sun,16 November 2025,5:24 am
Print
header

સુરતમાં સેક્સ રેકેટનો પર્દાફાશ, 3 વિદેશી યુવતીઓ પકડાઈ, ગ્રાહક અને મેનેજરની ધરપકડ

  • Published By dilip patel
  • 2025-11-01 09:22:07
  • /

બિઝનેસ- ટૂરિસ્ટ વિઝા પર ભારતમાં પ્રવેશ કર્યો હતો 

હોટલ મેનેજરની અનોખી હતી મોડસ ઓપરેન્ડી

પોલીસે હોટલના તમામ રૂમોમાં સર્ચ કરીને રોકડા રૂપિયા 50, 900, 5 મોબાઈલ, નિરોધ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો

સુરત: સરથાણા સીમાડા નાકા પાસે આવેલી હોટેલ હોમ ટાઉનમાં પોલીસે દરોડા પાડીને મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે રેડ દરમિયાન ત્રણ વિદેશી યુવતીઓને ઝડપી લીધી હતી, જેમાં થાઇલેન્ડની બે અને યુગાન્ડાની એક યુવતીનો સમાવેશ થાય છે. પોલીસે બે ગ્રાહકો સાથે એક એજન્ટની ધરપકડ પણ કરી છે.

થાઇલેન્ડની યુવતીઓ સ્થાનિક ભાષા જાણતી ન હોવાને કારણે તેમના કાયદેસરના નિવેદનો લેવામાં પોલીસને ભારે મુશ્કેલી પડી હતી. પોલીસે પહેલીવાર ગુગલ ટ્રાન્સલેટ સોફ્ટવેરનો સહારો લીધો હતો. પોલીસે સવાલોને અંગ્રેજીમાંથી થાઇ ભાષામાં ટ્રાન્સલેટ કરીને યુવતીઓને વાંચવા આપ્યાં હતા અને તેમના થાઇ જવાબોને ફરીથી અંગ્રેજીમાં અનુવાદ કરીને સત્તાવાર નિવેદનો તૈયાર કર્યા હતા.

તપાસમાં બહાર આવ્યું છે કે ત્રણેય યુવતીઓ બિઝનેસ અને ટૂરિસ્ટ વિઝા પર ભારતમાં આવી હતી. થાઇ યુવતીઓ એજન્ટો મારફતે આવી હતી, જ્યારે યુગાન્ડાની યુવતી દિલ્હીથી સુરત પહોંચી હતી. યુવતીઓ મગદલ્લા વિસ્તારમાં ભાડેના મકાનમાં રહેતી હતી.

હોટેલનો મેનેજર માત્ર પોતાના વોટ્સએપ પર વાતચીત થયેલા ઓળખીતા ગ્રાહકોને જ હોટેલમાં બોલાવતો હતો. ગ્રાહકો પાસેથી આ સર્વિસ માટે રૂ. 6,000 લેવામાં આવતા હતા, જેમાંથી વિદેશી યુવતીઓને ગ્રાહક દીઠ રૂ. 2500 થી રૂ. 3000 મળતા હતા. પોલીસે હાલમાં ત્રણેય યુવતીઓને નારીગૃહમાં મોકલી આપી હતી, તેમને ડિપોર્ટ કરવાની કાર્યવાહી શરૂ કરી હતી.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch