Wed,24 April 2024,12:12 am
Print
header

હંગેરીમાં જોવા મળ્યો ભારતનો દમ, વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં પ્રિયા મલિકે જીત્યો ગોલ્ડ મેડલ

હંગેરીઃ ભારતીય ખેલાડીઓ હવે વિશ્વમાં પોતાનો દમ દેખાડી રહ્યાં છે ગઇકાલે ટોકયોમાં મીરાબાઇ ચાનૂએ વેટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ મેળવ્યાં પછી ભારતીય રેસલર પ્રિયા મલિકે આંતરરાષ્ટ્રીય કક્ષા પર દેશનું નામ રોશન કર્યું છે. હંગેરીમાં આયોજીત વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે.

પ્રિયાએ વર્લ્ડ કૈડેટ કુશ્તી ચેમ્પિયનશિપમાં બેલારૂસની પહેલવાનને 5-0થી હરાજી સુર્વણ પદક પોતાના નામે કર્યો છે. પ્રિયા 2019માં પુણેમાં ખેલો ઈન્ડિયામાં ગોલ્ડ મેડલ, 2019માં દિલ્હીમાં 17મી સ્કૂલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ અને 2020મા પટના નેશનલ કેડેટ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતી ચુક્યા છે. પ્રિયા મલિકે વર્ષ 2020માં થયેલી રાષ્ટ્રીય શાળાકીય રમતોમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

પ્રિયા મલિક હરિયાણાના જીંદ જિલ્લાના રહેવાસી છે તેઓ ચૌધરી ભરતસિંહ મેમોરિયલ સ્પોર્ટ્સ સ્કૂલના વિદ્યાર્થીની છે. પ્રિયાના પિતા જય ભગવાન નિદાની ભારતીય સેનામાંથી નિવૃત્ત થયા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch