લંડનઃ અમેરિકાના દોષિત જાતીય અપરાધી જેફરી એપ્સટીન સાથેના સંબંધોના મામલે બ્રિટનમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસમાં પોલીસે કિંગ ચાર્લ્સના નાના ભાઈ એન્ડ્રુ માઉન્ટબેટન-વિન્ડસરની ધરપકડ કરાઇ છે. બીબીસી ટીવીના જણાવ્યાં અનુસાર, જેફરી એપ્સટીન સાથેના સંબંધોને લઈને જાહેર પદ પર ગેરરીતિ આચરવાની શંકાને આધારે પ્રિન્સ એન્ડ્રુની ધરપકડ કરવામાં આવી છે.
ક્વીન એલિઝાબેથના દ્વીતીય પુત્ર માઉન્ટબેટન-વિન્ડસરે એપ્સટીન સંબંધિત કોઈપણ ગેરરીતિનો હંમેશા ઇનકાર કર્યો છે. તેમણે કહ્યું છે કે તેમને પોતાની મિત્રતા પર પસ્તાવો છે. જો કે, નવા દસ્તાવેજો સામે આવ્યાં બાદ તેમણે અનેક વિનંતીઓ છતાં આ મામલે કોઈ ટિપ્પણી કરી નથી. એન્ડ્રુની ધરપકડ પર કિંગ ચાર્લ્સે કહ્યું કે કાયદો પોતાનું કામ કરશે.
આ મામલે પોલીસ દ્વારા સીધી રીતે એન્ડ્રુ માઉન્ટબેટન-વિન્ડસરનું નામ લેવામાં આવ્યું નથી. થેમ્સ વેલી પોલીસે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે અધિકારીઓએ જાહેર પદ પર ગેરરીતિના શંકાના આધારે 60 વર્ષથી વધુ વયના એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે તેઓ બર્કશાયર અને નોરફોકમાં સ્થિત સરનામાંઓ પર સર્ચ ઓપરેશન ચલાવી રહ્યાં છે.
દેશમાં ગેસ અને ઇંધણની કોઈ અછત નથી: ગભરાઇને બુકિંગ ન કરવા મોદી સરકારની અપીલ | 2026-03-13 17:25:59
Video: આંજણા પટેલ યુવક સાથે લગ્ન બાદ સિંગર કિંજલ રબારીએ હર્ષ સંઘવીને શું કરી વિનંતી ? | 2026-03-13 17:10:01
Stock Market Crash: સતત વેચવાલીથી રોકાણકારો ચિંતિત, શેરબજારમાં 10 લાખ કરોડ ધોવાયા | 2026-03-13 16:58:09
ACB ટ્રેપમાં દૂધ મંડળીના ઓડિટર સહિત 2 લોકો આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2026-03-13 15:22:51
LPG સંકટ પર હરદીપ સિંહ પુરીએ લોકસભામાં આપ્યો આ જવાબ: Video | 2026-03-12 16:59:16
ઓમાન બંદર પર ઈરાની ડ્રોન દ્વારા ઓઇલ ટાંકી પર હુમલો, આગ ભભૂકી ઉઠી | 2026-03-12 09:33:17
હોર્મુઝની ખાડીમાં થાઈ કાર્ગો શિપ પર હુમલો: ગુજરાત આવી રહેલા જહાજમાં લાગી આગ | 2026-03-11 19:55:34
ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી ઈરાન પર નવા હુમલાને લઈને આપી મોટી ચેતવણી | 2026-03-10 18:32:53
આયાતુલ્લાહ અલી ખામેનેઇના મોત પછી પુત્ર મોજતબા ઈરાનના સર્વોચ્ચ નેતા બન્યાં, ટ્રમ્પે કહ્યું હતું સ્વીકાર્ય નથી | 2026-03-09 08:08:07
ઈરાને ઈઝરાયેલ પર છોડી સોલિડ ફ્યુઅલ મિસાઈલ, જાણો શું છે તેની ખાસિયત | 2026-03-08 13:36:17
સુરતમાં કોથળામાંથી મળેલી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો, સગા પુત્ર, પુત્રવધૂ અને વેવાઈએ જ કરી હતી હત્યા | 2026-03-12 16:48:11