Sat,20 April 2024,5:53 pm
Print
header

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ તારીખે આવશે ગુજરાત, જાણો વધુ વિગતો- Gujarat Post

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતા પીએમ મોદી સહિત કેન્દ્રીય નેતાઓ સતત ગુજરાત આવી રહ્યાં છે. રેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ 28મી મેના રોજ સવારે 9.30 વાગ્યે રાજકોટ પહોંચશે. અહીં ગુજરાતમાં સહકારી ક્ષેત્રના નેતાઓને સંબોધશે, મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલને જનતાને સમર્પિત કરશે.અધિકારીઓએ આ અંગે સત્તાવાર જાણકારી આપી છે.

રૂપિયા 40 કરોડના ખર્ચે બનેલી 200 બેડની કેડી પરવડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ રાજકોટ-ભાવનગર હાઇવે પર આવેલી છે.આ મોટી હોસ્પિટલથી રાજકોટ, બોટાદ, અમરેલી અને અન્ય આજુબાજુના ગ્રામીણ વિસ્તારોના લોકોને ફાયદો થશે. જેમની પાસે આયુષ્માન ભારત અને સરકાર દ્વારા જારી કરાયેલા અન્ય હેલ્થકાર્ડ છે તેમને મફત સારવાર મળશે. કાર્ડ વગરના ગરીબ દર્દીઓની સારવાર પણ રાહત દરે હશે.  

વડાપ્રધાન મોદી આ પ્રસંગે કાર્યક્રમને સંબોધિત કરશે, જેમાં બે લાખ લોકો આવે તેવી શક્યતા છે. મોદી 28 મેના રોજ સાંજે ગાંધીનગરમાં સહકાર સંમેલનમાં હાજરી આપશે, APMC, ડેરી અને અન્ય સહકારી મંડળીઓના 10,000 જેટલા પ્રતિનિધિઓને સંબોધશે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch