Sun,03 December 2023,6:22 am
Print
header

વિદેશમાં પણ બાઇડને બોલાવી ઇમરજન્સી બેઠક, પોલેન્ડમાં રશિયન મિસાઇલ પડવાથી બે લોકોનાં મોત પર ચર્ચા- Gujarat Post News

ઇન્ડોનેશિયાઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ઇન્ડોનેશિયામાં જ જી-7 અને નાટોના નેતાઓની ઇમરજન્સી બેઠક બોલાવી છે.પોલેન્ડમાં રશિયન મિસાઈલ પડવાથી બે લોકોના મોત થયા છે, તેના પર વિશેષ ચર્ચા કરાઇ છે. આ મિસાઈલ વિસ્ફોટના સમાચાર મળ્યાં બાદ અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડનને રાત્રે જ તેમના સ્ટાફે આ સમાચાર આપ્યાં હતા. બાઇડને પોલેન્ડના રાષ્ટ્રપતિ આંદ્રેજ ડુડા સાથે મુલાકાત કરીને સંવેદના વ્યક્ત કરી હતી

જો બાઈડને પોલેન્ડને અમેરિકાના સંપૂર્ણ સમર્થન અને મદદનું વચન આપ્યું છે. પોલેન્ડના રાષ્ટ્રપતિ ડુડા સાથે પૂર્વીય પોલેન્ડમાં થયેલી જાનહાનિ માટે સંવેદના વ્યક્ત કરી છે. પોલેન્ડના પૂર્વ ભાગમાં પડેલી  મિસાઇલને કોને ફાયર કરી છે તેની તપાસ અમેરિકાના નિષ્ણાતો કરશે. હાલમાં આ માટે રશિયાને જવાબદાર માનવામાં આવી રહ્યું છે.

બીજી તરફ પોલેન્ડના વિદેશ મંત્રાલય તરફથી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,આ મિસાઇલ રશિયામાં બનાવવામાં આવી છે. પોલેન્ડના રાષ્ટ્રપતિ ડુડાએ કહ્યું છે કે અમારા અધિકારીઓને ખબર નથી કે કોને આ હુમલો કર્યો છે.જો તેમાં રશિયાનું નામ આવશે તો યુક્રેન હુમલા બાદ પહેલી વખત એવું બનશે કે નાટોના કોઈ દેશ પર રશિયન મિસાઇલ પડી હોય. નાટો દેશો રશિયા પર કોઇ મોટી કાર્યવાહી કરી શકે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch