Sat,20 April 2024,1:39 am
Print
header

દેશના પહેલા આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂજીએ ત્રિરંગો ફરકાવ્યો, ઇજિપ્તની સેનાએ પરેડમાં લીધો ભાગ- Gujarat Post

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂજીએ ગણતંત્ર દિવસના અવસર પર ત્રિરંગો ફરકાવીને સલામી આપી હતી, ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યાં હતા. પ્રથમ વખત ઇજિપ્તની સશસ્ત્ર દળોના સંયુક્ત બેન્ડ અને માર્ચિંગ ટુકડીએ આ કૂચમાં ભાગ લીધો હતો. ટીમનું નેતૃત્વ કર્નલ મહમૂદ મોહમ્મદ અબ્દેલ ફત્તાહ અલ ખરાસાવીએ કર્યું હતુ.

પરેડમાં 17 મિકેનાઇઝ્ડ ઇન્ફન્ટ્રી રેજિમેન્ટની નાગ મિસાઇલ સિસ્ટમ પ્રદર્શિત કરવામાં આવી હતી. 17 મિકેનાઇઝ્ડ ઇન્ફન્ટ્રી રેજિમેન્ટના કમાન્ડિંગ લેફ્ટનન્ટ સિદ્ધાર્થ ત્યાગીએ રાષ્ટ્રપતિને સલામી આપી હતી.પ્રજાસત્તાક દિવસની પરેડમાં 861 મિસાઈલ રેજિમેન્ટના બ્રહ્મોસનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. લેફ્ટનન્ટ પ્રજ્વલ કલાના નેતૃત્વમાં દુનિયાએ ભારતની આ મિસાઈલ સિસ્ટમની શક્તિ જોઈ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 74મા પ્રજાસત્તાક દિવસના અવસરે ભારતની વિવિધતાનું પ્રતિક દર્શાવતી બહુરંગી રાજસ્થાની પાઘડી પહેરી હતી. પીએમ મોદીના આ વર્ષના ડ્રેસની પહેલી ઝલક ત્યારે સામે આવી જ્યારે મોદી ગણતંત્ર દિવસની પરેડ પહેલા વોર મેમોરિયલ પહોંચ્યાં હતા. સફેદ કુર્તા અને પેન્ટની સાથે બહુરંગી પાઘડીએ તેમના ગૌરવમાં વધારો કર્યો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch