Sat,13 June 2026,2:46 pm
Print
header

ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો ધમાકેદાર પ્રારંભ: મધરાતે તોફાની પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ

  • Published By
  • 2026-05-31 11:02:29
  • /
  • અમદાવાદ, મહીસાગર, સુરત, અમરેલી સહિતના જિલ્લાઓમાં વાતાવરણ પલટાયું
  • 24 કલાકમાં 45 તાલુકાઓમાં વરસાદદ
  • રાજ્યના અનેક શહેરોમાં કાળઝાળ ગરમીથી રાહત  મળી રાહત

ગાંધીનગરઃ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી સત્તાવાર આગાહી વચ્ચે ગત રાત્રિથી જ ગુજરાતના વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે રાજ્યમાં પ્રી-મોન્સૂન સિસ્ટમ મજબૂત બની છે. જેના પગલે 31 મેની મધરાતે 12 વાગ્યા બાદ અમદાવાદ, મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી અને ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં ભારે પવન, તીવ્ર વાવાઝોડું અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના આંકડા પ્રમાણે, સવારે 6 વાગ્યે પૂરા થયેલા 2 કલાકમાં 45 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. મહિસાગરના વિરપુરમાં સૌથી વદુ 1.14 ઇંચ, અરવલ્લીના મોડાસામાં 1.10 ઇંચ, પંચમહાલના શેહરામાં 0.94 ઇંચ,  અરવલ્લીના ભીલોડમાં 0.94 ઇંચ, સાબરકાંઠાના વડાલીમાં 0.87 ઇંચ, મહિસાગરના કડાણામાં 0.87 ઇંચ , પંચમહાલના મોરવા હડફમાં 0.79 ઇંચ વરસાદ પડ્યો હતો.

છેલ્લા કેટલાક સમયથી અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલી જનતાને તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાતા મોટી રાહત મળી હતી. જોકે, તોફાની પવનના કારણે અનેક શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી અને સંપૂર્ણપણે અંધારપટ છવાયો હતો. બીજી તરફ, આજે વહેલી સવારે સુરતના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો હતો. સુરતમાં ભારે વરસાદને કારણે માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા, જેને પગલે લાંબા સમયની અકળામણ બાદ સુરતવાસીઓએ પણ ઠંડક અનુભવી હતી.

મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેર ઉપરાંત ખાનપુર, સંતરામપુર, ગોધર અને કડાણા સહિતના તમામ તાલુકા વિસ્તારોમાં મધરાત બાદ તોફાની વરસાદ વરસ્યો હતો. ભારે પવનના કારણે કડાણાથી લીંબોડા ગામ વચ્ચેના માર્ગ પર તેમજ મલેકપુર-કડાણા હાઈવે પર વિશાળ વૃક્ષો રસ્તાની વચ્ચોવચ ધરાશાયી થઈ ગયા હતા, જેના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો.

અમરેલી જિલ્લાના વાતાવરણમાં પણ આજે  અચાનક પલટો આવ્યો હતો. અસહ્ય અને કાળઝાળ ઉનાળાની ગરમી વચ્ચે રાજુલા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. લાંબા સમયથી અસહ્ય બફારા અને ગરમીથી તોબા પોકારી ગયેલા લોકોને આ વરસાદી ઝાપટાથી મોટી રાહત મળી છે અને સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch